________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જગતના પ્રમાણપત્રોથી નહીં – પરંતુ, પાવનભવ્ય ભાવનાઓ વડે ભરેલું હશે તો જીવન તને ધન્ય ભાસશે. જેટલું ગહન આંતરભાવમય જીવન હશે એટલી ગહન કૃતાર્થતા અનુભવાશે – એમાં જગતના પ્રમાણપત્રોનું કોઈ કામ નથી.
૮૬
0
ભૂલ ત્યાંથી ફરી ગણ...ફરી ફરી અનેકવાર ગણ. અને પુનઃ પુનઃ નિર્ધારીત ધ્યેયને વળગતો જા. ચૂક માત્ર ને અચૂક સુધારતો જા. બસ આંતર પરીણમન સુધાર્યા જ કર. વળી પરિણમન બગડે ને વળી સુધાર, એમ નિરંતર નિર્મળતા સાધતો જ રહે.
જીવનભરના ઉભા કરેલ અહંકારગત ‘હું’ને વિલીન ક૨વાનો છે. અને સનાતન-શાશ્વત અસ્તિરૂપ જે ‘હું' છે એનો સાક્ષાત્કાર કરવાનો છે. ‘હું કોણ ?’ એની સાધના સાથે હું કોણ નથી' એની પણ સભાનતા પામવી પરમ આવશ્યક છે.
સનાતન-શાશ્વત અસ્તિરૂપ ‘હું’ ખ્યાલમાં આવવો એ ઘણી મોટી ક્રાંતીકારક ઘટના છે. એ ક્રાંતિ થટે ત્યારે એક ગહેરા સંતોષની છાયા સંપૂર્ણ અસ્તિત્વને ઘેરી વળે છેઃ કોઈ અકારણ આનંદથી અંતઃકરણ તરબોળ થઈ જાય છે.
©T
આત્માનુભવની પરખ જેને છે એને સ્વભાવ અને વિભાવ – પ્રકાશ અને તિમિરની માફક – - તદ્દન જૂદાં કળાય છે. સ્વભાવની લિજ્જત જેણે સુપેઠે માણી છે એને વિભાવ એવો કદિ ય ન રુચે એ નિર્વિવાદ સત્ય છે. વાત છે સ્વભાવની લહેર માણવાની.
©`
પરિણામે અદ્વિતિય હળવાશ, અપૂર્વ આનંદ-પ્રસન્નતા, પવિત્રતા, નિર્વિકારી ને નિર્વિકલ્પ મનોસ્થિતિ સર્જાતી હોય તો સ્વભાવ સન્મુખ થવાયું છે. અને...ઉત્તેજના, ગ્લાનિ, વ્યગ્રતા,‘કશુંક કરૂ કરૂ’ એવી
ચંચળતાગ્રસ્ત મનોસ્થિતિ બને તો વિભાવ સેવાયો જાણવો.
પરિણામે નિષ્કારણ નિર્મળાનંદની ધારા ફૂટી આવે તો સ્વભાવ કળાણો-ભળાણો અને ઉપાસાયો જાણવો. અનંતકાળ આવી જ પાવનદશા બની રહો એવું સહજ સંવેદન થાય તો પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પમાયું જાણવું. અનુભવ અછતો રહેતો નથી.