SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૭ વરસોના વરસો જાય પણ ચાલી આવતી ભૂલ મટવા જ ન પામે તો એ કેવી મોટી કમનસીબ ઘટના છે! જીંદગી આખી પસ્તાય તો ય જીવ વિકારને કાઢી ન શકે તો એ કેવું કહેવાય ? પરિશોધનની પ્રક્રિયામાં કોઈ પાયાની ભૂલ નથી રહી જતી શું? ભૂલની જડ કેમ છેદાતી નથી ? હે નાથ ! મારી સાન ઠેકાણે લાવો ; ભૂલ કરતી વેળાએ હું કદી સાવધ કે જાગૃત થતો જ નથી. હંમેશા ભૂલ થઈ ગયા પછી જ મને અક્કલ આવે છે.. પણ - રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું ? “ઘોડો તબેલામાંથી નાસી જાય પછી માલિક બારણાં બંદ કરે એવું હાસ્યાસ્પદ છે એ તો. જીવનમાં કોઈ એક જ ભૂલ નથીઃ જીવન ભૂલોનું સંગ્રહસ્થાન છે. અનેકાનેક ગુણદોષોનું એ સંગ્રહસ્થાન છે. એને કોઈ એક દ્રષ્ટિકોણથી ન જોતાં, એને સમગ્રતાથી જોતાં અને આલોચતા શીખવું જોઈએ. તો આલોચના ઘણાં વિરાટ પાયા ઉપર સંભવી શકે. પોતે કોણ છે ? પોતાનું પરમધ્યેય શું છે ? - ઈત્યાદિ વિસરાયેલું આત્મભાન ” જ્યાં સુધી જીવ સ્મરણગત નહીં કરે : વારંવાર સ્મરણપૂર્વક એને મતી સ્મૃતિમાં દઢીભૂત નહીં કરે ત્યાંસુધી ન ઈચ્છે તો પણ ભૂલોનું પુનરાવર્તન ચાલ્યા કરશે જ... બીજો ઉપાય નથી. જીવની સર્વ હીનતા અને હાલાકીનું મૂળ ખોવાયેલું આત્મભાન છે. અહાહા, પોતે કોણ, પોતાનું પરમસ્વરૂપ શું છે, એની નિરંતર ગવેષણા થાય તો આત્માનું ભાન પ્રગટી જીવના દેદાર પલટી જાય એવું છે. પોતે માને છે એ એનું ખરું સ્વરૂપ નથી: ખોજશે ત્યારે ખરૂં રૂપ કળાશે. જઈOS મૂછમાં રહેવું પ્રમાદમાં રહેવું, સુસ્ત રહેવું, બેહોશીમાં રહેવું એ અનાયાસે ભૂલમાં સરી પડવાનું કારણ છે. જ્યાં સુધી જીવ જ્વલંત રીતે જાગૃતિ નહીં સાથે - બેહોશીને દૂર નહીં હટાવે ત્યાં સુધી નિર્ભુલ જીવન જીવવાનું એનું પરમસ્વપ્ન સાકાર નહીં થાય. અહાહા...પરિપૂર્ણ નિર્ભુલ થવાનું જેનું હરહંમેશનું સોણલું છે એવા સાધકો વંદનીય છે. જેને નિરતર થાય છે કે હું પરિપૂર્ણ નિર્દોષ ક્યારે થઈશ - ક્યારે હું પરમ શુદ્ધાત્મદશાને પામીશ...એવા સાધક વંદનીય છે... પૂજનીય છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy