SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન જીવ, જલ્દી હોશમાં આવ... તારૂં સમયરૂપી અણમોલ ધન ક્યાં સુધી લૂંટાવા દઈશ ? શું એમ ને એમ જ ભૂલોના પુનરાવર્તન કરવામાં જ સમયની બરબાદી કરીશ ? આહાહા...અનંતકાળથી તું એની એ જ ભૂલોનું પુનરાવર્તન કરતો આવ્યો છે ! હવે તો ચેત. કાશ, જીવ ભૂલને યથાર્થ સ્વરૂપમાં જાણતો જ નથી. ઓઘબુદ્ધિથી જ એણે ભૂલને જાણેલ છે. પણ ભુલનું સ્વરૂપ શું?. એના વિપાક શું? વિગેરે કશી જ સૂઝબૂઝ એને નથી. પોતે ઈચ્છે તો કોઈપણ સમયે દોષોમાંથી બહાર આવવા અમિતસમર્થ છે, એય ક્યાં ખ્યાલમાં છે ? જs ઘણીવાર પ્રકૃતિને જીવ વિકૃતિ માની બેસે છેઃ ધણીવાર નિર્દોષતાને પણ સદોષતા માની બેસે છે. ઘણીવાર નાની ભૂલને મોટી તો ઘણીવાર મોટી ભૂલને નાની માની બેસે છે. આથી જ અમારું કહેવું છે કે ભૂલ વિશે જીવને સંપૂર્ણ માહિતિ હોવી સૂઝબૂઝ ઉગવી, અત્યંત જરૂરી છે. જીવ બળે ને આંખોમાંથી ચોધાર આંસૂ ચાલ્યા જાય એજ કાંઈ ભૂલનું સાચું ભાન ઉગ્યાની એંધાણી નથી. સમ્યકુભાન કોઈ ચીજ જ જૂદી છે. ભૂલનું સપ્રમાણ દર્શન અને સપ્રમાણ દર્દ થવું જોઈએ. ભૂલના ભાન વખતેય પોતાનું મૂળસ્વરૂપ સ્ફટીક જેવું નિર્મળ જ છે એ ન ભૂલાવું ઘટે. @ s જીવ વારંવાર પોતાનું આત્મસ્મરણ' વિસરે છે એ એની મોટામાં મોટી ભૂલ છે. એથી જ નાનાવિધ અનેક ભૂલો ઉત્પન્ન થયા કરે છે. જ્યાં સુધી નિરંતર આત્મસ્મરણ બન્યું રહે એવી પરિસ્થિતીનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી મૂળમાંથી ભૂલ મટવાની નથી. પોતાની કેવી હાલત છે ને એ હાલતમાં સુધારો શી રીતે થાય એનું કશું પરિજ્ઞાન જીવને ક્યાં છે? હાલત સામે જ નજર માંડી રાખવાથી ય કાંઈ હાલતમાં સુધારો નહીં થાય, પોતાની ભીતરમાં રહેલા ભગવાનનું એકચિત્તે ધ્યાન થાય - પ્રભુમય બની જવાય, તો હાલતમાં શીધ્ર સુધારો થાય. કોઈપણ ભૂલ વારંવાર થતી હોય તો એ ભૂલને પરિશોધવા ભૂલોના મૂળ સુધી જવું જોઈએ. ભૂલ ભીતરમાંથી આવે છે..બહારથી નથી આવતી. ભીતરમાં શું આંટીઘૂંટી પડી છે - ઉલઝન પડી છે - અવળી ધારણાઓ - માન્યતાઓ - વહેમો ઇત્યાદી પડેલ છે, તે સંશોધવું જોઈએ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy