SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૬૫ ઘણીવાર વિચારતા વિચારતા... ‘ખોદ્યો ડુંગર અને લાધ્યો ઊંદર' જેવો ઘાટ થાય છે. માનવ વિચારોને શાંત કરી અંતર્મુખ થવાનો યત્ન કદીય કરતો નથી ! આ મન પણ આખર શું છે - સુખોત્પાદક છે કે દુઃખોત્પાદક છે ? આ મનનું કરવું શું ? 1001 અત્યંત અત્યંત પ્રયત્નો કરવા છતાં કોઈ સમાધાન અને સ્થિરતા નહીં પામી શકતું મન... જો સમ્યક્ત્વ પેદા થાય - મતિ સમ્યક્ બને તો સહેજે સર્વ સમાધાન અને સ્વભાવસ્થિરતા પામી શકે છે. આ સમ્યક્ત્વ એટલે શું - સમ્યક્ મતિ એટલે શું ?? 05 સમ્યક્ થતા દૃષ્ટિ કેવી ધરમૂળથી પલટાય જાય છે. અને જાતને કે જગતને જોવા કેવી અભિનવ - કેવી અલબેલી - કેવી અવલ્લકોટીની નિર્મળ નજર પેદા થાય છે... જગતને જાણવા-નાણવાનો દૃષ્ટિકોણ જ કેવો પલટાય જાય છે એ અકથ્ય છે. 70 અભિનવ દૃષ્ટિ અર્થાત્ જગત વિષે આજપર્યંત બાંધેલા - માનેલા તમામ ખ્યાલો, તમામ પૂર્વગ્રહો, બિલકુલ પરિહ૨ી દઈને... નવેસ૨થી નુત્તન નજરે જગતને ઊંડાણથી જોવા-જાણવા... એ જેવું છે એવું જોવા-જાણવા પુરી પ્રામાણિકતાથી પ્રયાસ કરવાનો છે. VOGN ભાઈ ! વિશ્વનું જેવું છે તેવું દર્શન લાધવું એ કોઈ સામાન્ય વાત નથી હોં. બંધાયેલા અગણિત ખ્યાલો. અભિપ્રાયો, માન્યતાઓ, ધારણાઓ જે કહો તે ખૂબ આડા આવે છે. તમામ માન્યતાઓ મૂકી દઈને.. સ્વતંત્રપણે દર્શન-જ્ઞાન પેદા કરવા એ ખેલ નથી. જીરુ અનાદિનિબદ્ધ ભ્રાંત માન્યતાઓ અયથાર્થ દર્શન કરાવે છે. કોઈ કરતાં કોઈ માન્યતા યથાર્થદર્શન સાધવાના સંનિષ્ઠ-પ્રયાસમાં આડી ન આવી જાય એ સાધકે જોવાનું છે. એના માટે સમય સમયની ઉગ્ર-જાગૃતિ જોઈએ છે. એ રહેવી ખૂબ કપરી છે. ©Þ લૌકિક અર્થાત્ જગપ્રસિદ્ધ માન્યતામાં જે કર્તવ્યરૂપ જણાતું હોય એ સમ્યગ્દષ્ટિના ઉજાસમાં કર્તવ્યરૂપ ન પણ ભાસે એવું બની શકે. પુણ્ય-પાપના જગતના ધોરણો કરતા નિરાળા ધોરણો પણ નજરપથમાં આવી શકે.. આખું દર્શન જ અપૂર્વ છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy