SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ સાધનાપથ અને આત્મજ્ઞાન અભિન્નહૃદયની પ્રમદા મળે કે સમાન અંતરાલયવાલો પ્રિયતમ મળે – પણ ઊંડી આત્મસ્થિરતામાંથી જે ઉમદા સુખની અખંડ સ્રોતસ્વિની સાંપડે છે, એની કોઈ તુલના જ થઈ શકે નહીં... અનુભવે ગમ્ય એવા એ સુખ સોતનો મહિમા જ અનિર્વચનીય છે. ચાતકપસી મેઘ સિવાયના બીજા જળને પીયે નહીં. એમ અલૌકિક સુખનો આશક તો સ્વપ્નય સુદ્ધાં લૌકિક સુખની પ્યાસ ધરે નહીં. લૌકિક અને અલૌકિક સુખમધ્યે કેવો અકલ્પનીય તફાવત છે એ તો માત્ર એવા પરમાગઢ આત્માનુભવી પુરુષો જ જાણે છે. આત્માશ્રિત આનંદ નકલંક મોતી જેવો છે ને પરાશ્રિત આનંદ પાણીના મનોહર પરપોટા જેવો જ છે. પ્રગાઢ સ્વાનુભૂતિ જેણે માણેલી નથી ને અધ્યાત્મની મોટી વાતોથી જ જેઓ સંતોષ માની બેઠા છે. એની તો અજ્ઞાની કરતાંય અધિક અધિક દયા ચિંતવવા જેવી છે. અહાહા.... આત્મિક સુખ તો એકોએક વાતે અલબેલું અને અદ્ભુત છે... નથી તો એની સાથે સંકળાયેલા કોઈ કરતાં કોઈભયો... નથી સંકળાયેલ કોઈ ઉપાધિઓ... નથી સંકળાયેલ કોઈની પરાધીનતા... નથી એની અખૂટધારાનું કોઈ કાળે પણ ખૂટવાપણું. સુખ આપણે ઝંખવું જ નથી કે નથી એની પ્રતીક્ષા કરવી... આપણે તો ફકીર જેમ ઉદાસીનભાવમાં જ ઓતપ્રોત રહેવું છે. સુખને આપણી ગરજ હશે તો સામેથી એ આપણને ખોળતું આવશે. આવી નિસ્પૃહતાની નીતરતી ખુમારી જ સહજસુખની જનની છે. ફકીરીમાં આવ ને જીવ... ફકીરીમાં આવી જા ને... બાપુ ક્યાં સુધી ફીકર કરીશ સુખોની ? સુખદુઃખની સભાનતા વિસારીને, નિસ્પૃહભાવમાં જ નિમગ્ન થઈ જા... તો તું છોડવા માંગીશ તો ય સુખ તને છોડશે નહીં. ખરું સુખ તો સંપૂર્ણ ઉદાસીનભાવમાં જ છે હોં. વિચારી વિચારીને ય આખર કોઈ સારભૂત નિષ્કર્ષ પર કેટલા આવી શકાય છે એ ગવેષણીય છે. આખર કોઈ સચોટ ઉજાસમાયી સમાધાન કેટલું લાધે છે? માનવમન કેટલું અમાપ વ્યર્થ શોચે છે ? એ અત્યંત દુઃખી તો આ જ કારણથી છે ને ?
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy