SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૨૨૦ અસ્વસ્થ મનોદશામાં તો કામ-ક્રોધ નહીં જ સેવું: એટલો મક્કમ નિર્ધાર હોવો ઘટે. એ વેળા કામમાં સરી પડવા મન જીવને મજબૂર કરશે, પણ જીવ થોડો કાળ સંયમ વર્તી પહેલા માનસિક હાલત સુધરે એની ‘શાંત-પ્રતિક્ષા’ કરે તો ઘણું હિતાવહ છે. 0 જીવમાં અધીરાઈ ઘણી છે. . . તન-મન અસ્વસ્થ હોય-વ્યગ્ર હોય ત્યારે જ તો ખાસ સ્વભાવમાં ઠરવાનો અવસર છે. કારણ સ્વમાં સ્થિત થશે તો જ સ્વસ્થ થઈ શકશે. જીવમાં ખામોશી નથીઃ ખેવના નથી: પોતાની સ્વસ્થતા પ્રતિ પણ લાપરવાહી છે ! 70 = મનની અસ્વસ્થતાને પણ શાંતભાવે સહેવી – એના સાક્ષી બની પોતે મનથી ભિન્ન અસ્તિ છે એ ખ્યાલમાં લેવું – અને – ખેલ માફક મનની તંગદિલી જોતાં રહેવી. પોતે એ પ્રતિ લાપરવા રહેવું. અર્થાત્ નિષ્ક્રિયશાંત થઈ મામલો સ્વતઃ સુધરે એની પ્રતીક્ષા કરવી. @N પરકલ્યાણનો પ્રબળ રસ ચઢે ત્યારે સ્વહિત ધરાર ઉપેક્ષાય જાય છે. થોડી પળો પણ સ્વમાં વસવું સુહાતું નથી... રાતદિન દુનિયાને જ પમાડવાની ઘેલછા વધતી જાય છે. સ્વમાં ઠરવાનો ઉપદેશ અલબત અપાય છે પણ પોતે આત્મસ્થિરતાથી દૂર ને દૂર રહે છે ! 70 પોતાને આત્મા કે આત્મમગ્નતા કે આત્મહિતની અવગાઢ રુચિ જ ન હોય અને લોકોને એનો ઉપદેશ આપવા મથે તો એ વાણીમાં અંતરની સચ્ચાઈ ક્યાંથી ભળે ? અસ્તિત્વની ગહેરાઈમાં જઈને જે ઉપદેશ અપાય તે જ શ્રોતાઓને પણ એવી ગહેરી પ્રેરણા પાઈ શકે. 70 મહાવીરપ્રભુ મોહનિંદ્રા તોડવામાં કેવા અમીતનિપુણ હશે કે પ્રતાપી રાજકુમારો અને સ્વરૂપવંતી રાજકુમારીઓ પણ સર્વસંગત્યાગ કરી આત્મહિતની સાધનામાં જ રસતરબોળ બની જતા ! આવા તરવરીયા યુવક-યુવતિઓને ક્યું તત્ત્વજ્ઞાન પીરસાણું હશે ? !! 1000 વલૂર વધે ને જીવ વધુ ને વધુ ખંજવાળેઃ જેમ ખંજવાળે એમ વલૂર મટવાના બદલે વધુ તીવ્ર થતી જાય.. . આનો અંત ક્યાં ? એમ ભોગ-ઉપભોગના સેવનથી પણ તૃષ્ણા શમવાના બદલે વધુ વધુ તીવ્ર બનતી જાય છે. છતાં, દીવાનુ હ્રદય દિશા-પરિવર્તન કરતું નથી !
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy