________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ કેટલો વિભ્રાંત છે – ભ્રમણામાં જીવી રહ્યો છે – એનો એને અંદાજ નથી. જીવ જેને જાણપણું કે ડહાપણ માને છે એ એની મિથ્યાધારણા પણ હોય શકે છે. ખરે... સાચી રીતે જીવ બહુ અલ્પ જાણે છે. યથાર્થ જાણકારી હોય તો જ્વલંત આચરણ જન્મ્યા વિના રહે ?
૨૧૯
70
પૂજાપાઠ કે એવી કોઈ ધર્મક્રિયાઓ કરતા જીવ ભીતરમાં સંસારના રાગ વાગોળતો હોય તો એની દુનિયાને ખબર પડવાની નથી. પણ શું પોતાનો અંતર્યામિ જાણતો નથી કે આ કેવો કારમો દંભ ચાલી રહેલ છે ? પૂજા વીતરાગની ને મનોમન પંપાળવાનો રાગ !!!
70
એક મહાન અર્થમાં તો સત્ય હંમેશા પ્યારૂ પ્યારૂં જ હોય છે. પણ આપણને એ હંમેશા પ્યારૂ જ લાગે એવો નિયમ નથી. અલબત, ક્યારેક એ અકારૂ પણ ભાસી શકે છે. ગમે તેમ પણ જો સત્યની જ આશિકી હોય તો કટુ સત્ય પણ મીઠું માણી અપનાવવું ઘટે.
70×
જીવનમાં સત્યનું અમલીકરણ કરતા ક્યારેક, લાડવા-લાપસી છોડી લૂખા રોટલા ખાવા જેવો ઘાટ પણ થાય. સત્ય હંમેશા મધુર જ હોય કે મધુર હંમેશા સત્ય જ હોય એવો નિયમ નથી. સત્યના આશકે ક્યારેક લાડવા છોડવાની પણ તૈયારી રાખવી પડે છે.
ઊંઘમાંથી પણ જગાડનાર વ્યક્તિ પ્રાય જીવને ગમતા નથી – કારણ કે ઊંઘ જીવને અપાર પ્યારી છે.આખા જીવનમાં જવલ્લે જ કોઈકવાર જીવમાં થોડીઘણી જાગૃતિ આવે છે. બાકી, વિટંબણા મોટી તો એ છે કે, જીવ પોતાને ‘અજાગૃત’ તરીકે સ્વીકારવા ય તૈયાર નથી.
0
ક્રોધ-દ્વેષ ઇત્યાદિ ઉત્પન્ન જ ન થાય એ તો બહુ આગળની ભૂમિકાની વાત છે. એવી ભૂમિકા બધા જીવોની હોતી નથી. પણ ઉઠેલો ક્રોધ લંબાય નહીં એની કાળજી સાધક અવશ્ય કરી શકે છે. પાણીના પરપોટાની જેમ ક્રોધ-દ્વેષ ઉઠીને તરત વિલય થઈ જવા ઘટે.
©Þ
કામ અને ક્રોધમાં જીવ બેસુમાર શક્તિનો ને સમયનો વ્યય કરે છે. એ જ ઉર્જા જો તત્ત્વાનુશીલનમાં તત્ત્વમંથનમાં વપરાય તો અગણિત ભ્રાંતિઓ નિર્મૂળ થઈ જાય. સત્યનો અતળ પરિતાગ પામવા જોગી સુક્ષ્મપ્રજ્ઞાનો ખપ હોય એના માટે આ વાત છે.