SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૧૮૦ ઘણાં ગીતો સાંભળ્યા છે...ઘણાં ગીતો સાંભળું છું... પણ અંદરમાં સંતોષ અનુભવાતો નથી. ઉલ્યું અંતરમાં કમી મહેસુસ થાય છે. થાય છે કે આ મારા આત્માના ગાન નથી. આત્માના દર્શને ઝંકૃત કરે - આત્માની વેદનાઓને વાચા આપે, એવા ગાન ક્યાંય સુણવા નથી મળતાં. s શહેનાઈ સાંભળું છું.સિતાર સાંભળું છું...વાયોલીન સાંભળું છું...બધું સાંભળી હું અંદરની ગહેરાઈ – અનંત ગહેરાઈને – સ્પર્શવા મથું છું – પણ જોઈએ તેવો સંતોષ નથી થતો. હું કોઈ અનંતગહન અનુભૂતિને ઝંખુ છું – અસ્તિત્વ આખું દ્રવી જાય એવી કોઈ અનુભૂતિ... મને નિરંતર થાય છે કે, મારી અંદરથી કશુંક અનિર્વચનીય– કશુંક અદ્ભુત – બહાર પ્રફૂટવા માંગે છે... પણ પ્રસ્તૂરાયમાન થઈ શકતું નથી. મારી કોઈ પાત્રતાની ખામી હશે વા કુદરતનો શું સંકેત હશે – પણ હું અંતર ધાર્યું સર્જન કરી શકતો નથી. બરે જ ઘણું કહેવું છે – પણ એવી મૌલિક-માર્મિક અભિવ્યક્તિ થઈ શકતી નથી. શાંતિ, પ્રેમ, આનંદ ઇત્યાદિ વિશે ઘણું ઘણું કહેવા આત્માની અભીપ્સા છે. પણ કોણ જાણે કલમ ગતિ પકડતી જ નથી. પ્રેમ વિશે લખતા તો ઘણો ખચકાટ થાય છે. વાસનાથી અવાંતર વિમળભવ્ય એવા કોઈ પ્રેમને દુનિયા કેટલું પીછાણે છે ? આત્મ અનુભૂતિ થયા વિના સાચી આત્મિયતાનો – આત્માના પ્રેમનો પરિચય ક્યાંથી થાય ? કહે છે કે, “ઈશ્વર પણ પ્રેમનો ભૂખ્યો છે. પણ એ પ્રેમ આપણે સમજીએ છીએ એવો ??? આ સંસારમાં ભટકતા જીવને વિમલપ્રેમમય સાથી મળવો ઘણો દુષ્કર છે. – દુર્લભ છે. એવો સાથી ન મળે તો અકેલા જીવી જવું બહેતર છે. આત્મા જ આત્માનો રૂડો સાથી-સંગાથી બની રહે એના જેવી રૂડી બીના બીજી કોઈ નથી. પ્રેમહીના અને પામર સંગાથી સાથે જીવવાનું નિર્માણ હોય તો અંદરથી અલગારી બની આત્મમસ્ત જીવવું અને આત્માએ જ આત્માને અસીમ પ્રેમ કરવો એ જ સમુચિત નથી શું? પામરને અર્પણ કરવા માટે તો આપણું સંવિદ (યું...
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy