SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ સાધનાપથ અને આત્મજ્ઞાન ક્રોધ ઉત્પન્ન થવામાં જવાબદાર સામો નથી – પોતેજ છે. પોતે જરાવારમાં મિજાજ કેમ ગુમાવ્યો એ સંશોધવું જોઈએ. શું પોતાનો અહમ્ ઘવાયો એથી ક્રોધ ઉત્પન્ન થયો ? પોતાનું વર્ચસ્વ ન જળવાયું કે પોતાનું કોઈ અભીષ્ટ ન જળવાયું ? સંશોધવું જોઈએ. 706 ક્રોધ ઉત્પન્ન થાય તે વેળા જ સાવધ બની શીધ્ર સમપરિણતિ બનાવી દેવા તત્પર થવું જોઈએ. ક્રોધ ઊપજી જ ગયો તો એને વધુ વખત હૃદયમાં ટકવા દેવો જોઈએ નહીં. સાવધાન થઈ. ક્રોધના વિચારોથી મુક્ત થઈ, સત્વર શાંત ભાવમાં આવી જવું ઘટે. ક્રોધના આવેશમાં કોઈ પ્રતિ કટુ વચન બોલાય ગયેલ હોય – નફરત દર્શાવેલ હોય – સામા પ્રતિ આક્રમક થઈ ગયેલ હોઈએ તો એનું વારણ કેમ કરશો ? કટુ વેણની જગ્યાએ મીઠાવેણ કહી શકશો? નફરતના સ્થાને પ્રેમ આપી શકશો ? ક્ષમા યાચી શકશો? પોતાનામાં સમાગુણ વિકસિત થયેલ છે કે નહીં. સમતા આત્મસાત્ થયેલ છે કે નહીં એની કસોટી અન્ય સમયે સાચી નહીં થાય: એની ખરી કસોટી તો ક્રોધ ઉત્પન્ન થઈ શકે એવી વેળા આવે અને એવી ખરાખરીની વેળાએ પણ ક્રોધ-દ્વેષ મુક્ત રહી શકાય ત્યારે જ થાય. ભીષણ મિજાજ ગુમાવવાના અવસરે પણ તમે સ્વભાવમાં ઠરેલા રહી શકશો તો તમારા મન ઉપર તમારો અકથ્ય કાબૂ આવશે. સ્વભાવની મસ્તી ઉત્તરોત્તર વધતી જશે. ખરે સમયે સ્વભાવસ્થિરતા જળવાય એની કિંમત અકથ્ય છે. સામાના આક્રોશનો બદલો ઉપશાન્તિથી આપે – નફરતનો બદલો પ્રેમથી આપે – અપમાનનો બદલો સન્માનથી આપે એનું નામ તો સંત છે. વિપરિત વર્તનારને પણ વિમળ સમદષ્ટિથી નિહાળી: રાગદ્વેષ વિમુક્ત રહેવું એ ખરી સાધુતા છે. સમતાની તો ખીલવણી એવી અભુત કરવી જોઈએ કે ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં પણ સમરસભાવ બન્યો જ રહે. અરે, પ્રતિકૂળ સંજોગમાં તો ઉલ્ટો વિશેષ સમરસભાવ પ્રગટે અને સાધકને ગહેરી સમતાનો પ્રચૂર અનુભવ થાય...એવો અભ્યાસ કેળવવો ઘટે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy