SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ધ્યાનમાં અલબત્ત એવું બને છે કે પોતાની જાતનાં ગુણ-દોષ ઘણી નિકટતાથી નિહાળવા મળે છે. આથી ગુણની ખીલવટ વધુ કરવાનું અને દોષને દૂબળો કરવાનું કાર્ય આસાન બને છે. ધ્યાન એટલે જેવી છે એવી જાતનું સ્પષ્ટ દર્શન'. પછી શુદ્ધિકરણની અણમોલ પ્રક્રિયા સંભવે છે. જે શાસ્ત્રીય સંગીત વિ. ગંભીરતા આણનાર સંગીતમાં તન્મય થઈ જઈ શકે છે એ જો તર્વેળા સાથોસાથ પોતાનાં અસ્તિત્વની ગહેરાઈમાં પણ ઉતરવાનો પ્રયત્ન કરે તો ધ્યાનની ગહેરાઈમાં આસાનીથી સરકી શકે છે. લક્ષ અંતરનાં ઊંડાણ તરફ વાળવું જોઈએ. હૃદયમાં જ્યારે સ્વતઃ વિરાગ હોય ત્યારે, જીવ જો અંતર્મુખ અને આત્મકેન્દ્રિત થવા થોડો પણ પ્રયાસ કરે – પોતાનાં સ્વભાવમાં ઠરી જવાનું કરે તો – અલ્પ પ્રયાસે ઘણી સિદ્ધિ મળે છે. ધ્યાન જ્યારે સહજ જામતું હોય ત્યારે બીજાં હજાર કામ મુલતવી દેવા ઘટે. આજપર્યત આપણે આપણી જાતની જ બેહદ ઉપેક્ષા કરી છે. એથી જાત સાથે આપણો મિલાપ થાય ત્યારે, જાત (અંતર્યામિ) અબોલા લઈને પણ બેસી જાય: આપણી એ ઉપેક્ષા પણ કરે, તો પણ આપણા એ પરમાત્માને મનાવવા આપણે આકાશ-પાતાળ એક કરવા ઘટે – તો ધ્યાનધારા હાંસલ થાય. પરમાત્મા કોઈ ઉપર આસમાનમાં બિરાજતા નથી, – એ તો આપણાં ગહન અસ્તિત્વમાં સમાયેલાં છે. એની ઉપેક્ષાનાં માઠાં ફળ આપણે અહર્નિશ ભોગવી રહ્યા છીએ. આપણો ને એનો એવો વિરહ થયો છે કે વિરહની ગહન મધૂર – ગાઢ વ્યથા ઊપજશે ત્યારે જ પરમાત્મા પ્રગટ થશે. પોતાનાં અંતર્યામિને મનાવવા – રિઝવવાનું કાર્ય અલબત્ત ઘણું કઠીન પણ છે – આરંભમાં તો ઘણું કઠીન છે જ – તો પણ – વૈર્યથી-ગાંભીર્યથી જે એ મહદ્ કાર્ય પાર પાડે છે એ આખરે મહેનત કરતાં લાખોગણું અધિક ફળ પામે છે. – ખરેખર એ ઉપલબ્ધિ વર્ણનાતીત છે. DO અંતરનાં પરમાત્મસ્વરૂપનો આવિર્ભાવ કરવો હોય તો... નિયમ છે કે, કશુંક ઉપલબ્ધ કરવાં કશુંક અવશ્ય ગુમાવવું પડે છે. અલૌકિક ઉપલબ્ધિ પામવાં લૌકિક ચાહનાઓ ખરી જવા દેવી પડે છે. ચિત્તની ચંચળતા ત્યજી દુન્યવી પિપાસાઓ પરિહરી દેવી રહે છે. મહાન ઉપલબ્ધિ તો જ સંભવ છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy