SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સ્વના જીવંત ભાનના બદલે, સ્વને વિસ્મરણ કરવાની આપણને બુરી આદત પડી ગઈ છે. સ્વને વિસરવા માટે જ આપણે સંગીત-વાંચન ઇત્યાદિ કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાઈ રહીએ છીએ. કોઈ પ્રવૃત્તિનો નિષેધ નથી પણ સ્વના સ્મરણપૂર્વક કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો કરવી ઘટે. ધ્યાનના રસની સાથે સાથે: અંતરંગ ભાવલોકને અવગાહવાનો અર્થાત્ ભીતરમાંથી ઊઠતી દરેક ભાવના – લાગણીઓ – પ્રતિભાવોને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો પ્રયાસ જેટલો ગહન થશે એટલી ભીતરીય નિર્મળતા વૃદ્ધિગત થતા, સ્વાભાવિક આત્મસ્થિરતા પણ વધવાનો અવકાશ થશે. કોઈ નિંદા કરે તો નિંદક બાજું લક્ષ ન ધરતા, પોતાની ભીતર લક્ષ તુરંત વાળી દેવું ઘટે. પોતાની ભીતર એની શું પ્રતિક્રિયાઓ ઉઠે છે? કેમ ઉઠે છે ? અહમ્ ઘવાતા કેવીક બેચેનગી ઉદ્ભવે છે? આમ સ્વજાતનો ઠરીને અભ્યાસ થાય તે સ્વાધ્યાય' છે. ભાઈ: ભીતર જાતા તને અંધારું ઘોર ભાસતું હોયઃ જીવ અકળાતો હોય: પ્રાણ ભીતરથી બહાર દોડી જવા આતુર થતા હોય તો પણ મને કે કમને પણ તું ધીરે ધીરે ભીતર જવાનો અવશ્યમેવ અભ્યાસ કરજે. ધીરે ધીરે સો રૂડાં વાના થઈ રહેશે, અને પરમાનંદ પર્વત પણ પહોંચી શકાશે. જONS જીવ જો નિરતર પોતાના ચાલતા વિચારતરંગોની ચકાસણી – તપાસ કરે તો એને અવશ્ય માલુમ પડે કે મોટાભાગનાં વિકલ્પો વ્યર્થ પાગલપન જેવા અને ક્લેશ જ ઊપજાવનારા છે. આવી વિચારોની ભીડ વચ્ચે માનવીને સુખ-શાંતિ કે સમાધિનો અનુભવ કે એની ઝલક પણ ક્યાંથી લાવે ? જે જીવનમાં સુખ-શાંતિ-સમાધિની ઝલક પણ ન જોવા મળે એવી જીંદગી જીવવાનો પણ શો અર્થ છે ” માનવે વિચારતરંગોના પાગલપનમાંથી ગમે તેમ કરીને પણ છૂટકારો મેળવવો જ જોઈએ. – વિચારનાં તીવ્ર તણાવમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય જ્ઞાનરૂધ્યાન જ છે. ©OS આજ પર્યતમાં અગણિત-અગણિત આત્માઓએ ધ્યાન વડે જે અનિર્વચનીય શાતા-શાંતિ-સમાધિનો ગહન અનુભવ કર્યો એ ધ્યાન શીખવું ખરેખાત દુર્ઘટ નથી. – ધીરે-ધીરે શીખતા શીખતા જ એ શીખી જવાય છે અને અભ્યાસે એમાં નિપુણતા પણ આવી જાય છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy