SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સાધનાપથ અને આત્મજ્ઞાન હાલત જરાક સુધરે કે ફુલણશી જીવ ફુલાઈને ફાળકો થાયઃ હાલત જરાક બગડે ત્યાં પાછો કરમાયને કોલસો થઈ જાય...અહાહા ! અનંતવીર્યવાન આત્માની આ કેવી કમજોરી છે ! આમાં હર્ષ-શોકથી પાર ઉઠી સહજસુખની ધારા જીવ કેમ પામી શકે ? જીવ, જીવ, તને જો અપૂર્વ એવા સહજસુખનો ખપ હોય તો તીવ્ર હર્ષ-ખેદના પરિણામ અર્થાત્ મનોભાવ મંદ કર. ખરે જ સહજુખનું મહાત્મ તો અનુભવી જ જાણે એવું અકથ્ય છે. એની રસસમાધિમાં જે ડ્રવ્યા તે ડૂળ્યા - કદી એમાંથી બહાર આવવા માંગતા નથી. ભગવાન ! જીવન એક અધૂરી ઉપાસના છેઃ અધૂરી ઉપાસનાઓ, બીજું નામ છે જીવનનું. અગણિત ઉપાસનાઓ સંભવી જીવનમાં – પણ પ્રાયઃ બધી જ અધૂરી ! અહાહા...પ્રભુ ! મારી અગણિત અધૂરી અને અશુદ્ધ ઉપાસના કોણ પૂર્ણ અને પરિશુદ્ધ કરશે ? ભગવાન કહે છે... દુનિયામાં જો સાચા અને શાશ્વત હેત પ્રીત હોત તો અનંતા સિદ્ધો કોઈ "અવની ત્યજી સિદ્ધલોકમાં ગયા ન હોત. ક્ષણમાં સુખદ અને ક્ષણમાં દુઃખદ બની જાય એવા ફટકીયા સુખો પ્રાજ્ઞપુરૂષોને તો કદી આકર્ષી શકતા નથી. સ્વપ્ન જેમ આપણા તાબામાં નથી; આપણે ઘડવું હોય એવું સ્વપ્ન ઘડી શકતા નથી એમ વાસ્તવ: જીવન પણ આપણા અરમાન મુજબ નથી ચાલતું. અનેક કારણો એમાં કામ કરે છે. માટે અરમાનોમાં એવા ઓતપ્રોત ન થઈ જવું કે કાળાંતરે ઘોર હતાશા વેઠવી પડે. દબાયેલા અરમાન દશગણું વધું જોર કરે છે. નિરાશ મન બોધપાઠ લઈ નિવૃત થવાના બદલે. દશગુણા અરમાનો કરવા મંડી જાય છે! બહુરંગી કલ્પનાઓમાં વિહરતું મન વાસ્તવિકતાના વિષાદને વિસરે છે – આ સારૂ કે ખરાબ, એ તમારે નક્કી કરવાનું છે. ગરજવાનને અક્કલ ન હોય એવી કહેતી છે. જીવને ગાંડી ગરજ સુખની છે. જીવનના તમામ ઉધમાત-ઉત્પાત સુખના અર્થે છે. ગરજમાં ને ગરજમાં જીવ બહાવરો બન્યો છે. – બેહોશ થયો છે. - જ્યાં જે નથી ત્યાંથી તે મેળવવા અમર્યાદ માથાફોડી કરે છે !
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy