SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન સત્ય કોઈ કોઈને સામેથી-પરાણે પમાડી શકે નહીં. તીર્થંકર જેવા અમીતસત્વશાલી પુરુષો પણ કોઈ જીવને પરાણે ‘શુદ્ધાત્મલીનતા' પમાડી શકતા નથી. ખેર, પોતે મુક્ત થવું કે બંધનગ્રસ્ત રહેવું એ સર્વ જીવોની મનસૂબી ઉપર આધારીત છે – એમાં બીજો કોઈ કાંઈ કરી શકે નહીં. ૧૨૬ વર્તમાન અવસ્થાથી પ્રાઃય કોઈ માનવ સંતુષ્ટ નથી. સહુ હોય એનાથી જુદી જ જાતની અવસ્થા તલસતા હોય છે. આથી સંતોષ દુર્લભ બન્યો છે. અને સંતોષ વિના સ્વભાવમાં ઠરવાનું ત્રણકાળમાં બની શકે નહીં. સ્વભાવમાં ઠર્યા વિના સહજ સુખનો પરિચય ક્યાંથી થાય ? ©` હોય એનાથી કોઈ પણ જુદી અવસ્થા તલસવી એ પાપનું મૂળ છે – દુઃખ-દર્દનું મૂળ છે. ચાલી રહેલી અવસ્થામાં સંતુષ્ટિ અનુભવનાર જ સ્વભાવલીન થઈ શકવા સમર્થ બને છે. એ જ અવસ્થાથી પાર ઉઠી...અસ્તિત્વને આલીંગી આરાધી શકે છે. એની અવસ્થા આપોઆપ સુધરી રહે છે. 70× સર્વકાળના પ્રત્યેક તત્ત્વજ્ઞોએ સાધકને એક અણમોલ શીખ આપી છે કે તમે હર હાલતમાં ખુશ રહો: કોઈપણ હાલતથી નારાજ કે ઉદ્વીગ્ન ન બનો, હર હાલતનો હૈયે સંતોષ છલકાય તો જ હાલતથી પાર ઉઠીને, હૈયાતીને – અસ્તિત્વને સ્મરી-સંવેદી શકાય. 70 `આ નહીં – મારી બીજી અમુક અવસ્થા હોય તો હું ખચીત સુખી થાવ' એ જીવનો જાલિમ ભ્રમ જ છે. ભાઈ ! સુખ કોઈ અવસ્થામાંથી આવતું નથી. અવસ્થા પ્રત્યે તમારો અભિગમ અર્થાત્ દૃષ્ટિકોણ કેવો રહે છે એ મહત્વનું છે. ©Þ ખરેખર સુખનો ઉદ્ગમ ઊંડા અસ્તિત્વના પેટાળમાંથી થાય છે. વર્તમાન કે કોઈપણ અવસ્થાનું લક્ષ વિસારી, જે કોઈ ઊંડા અસ્તિત્વનું લક્ષ કરશે એ હરહાલતમાં સુખી-સંતોષી-શાંત-સમાધિસ્થ-પ્રસન્નચિત્ત ને પવિત્ર રહી શકશે. અવસ્થાને ભૂલી અસ્તિત્વને સ્મૃતિગત રાખો. 1011 હાલતનો કચવાટ જ ચેતનાને હાલતના ધ્યાનમાં અટવાવી રાખીને એને અસ્તિત્વ પ્રતિ પ્રવહમાન થવા દેતો નથી. હાલતની ફીકર છોડો...ભાઈ ! હાલતની ફીકર છોડો – અને – હરિ અર્થાત્ શુદ્ધાત્માની ફીકર કરો. શુદ્ધાત્મામાં સમગ્ર ચેતના સ્થાપી દો.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy