SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષુબ્ધ વાતાવરણ શાંત થાય છે, પવિત્રતાથી વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે અને લૂંટફાટ, દંભ, પાખંડ, અત્યાચાર, અનાચાર ઇત્યાદિ દોષોનો નાશ થાય છે. સરળતા અને કોમળતાથી વિશ્વને સાચા બોધપાઠો સાંપડે છે અને પામરતા, મિથ્યાભિમાન, કદાગ્રહો અને પૂર્વગ્રહો ધોવાઈ જાય છે. આજે કેટલાક લોકો અહિંસાને કાયરતા સમજે છે, પરંતુ અહિંસા એટલે કાયરતા નથી. તીર્થકર ભગવાન મહાવીર જેવા મહાન વિરપુરુષોના અંતરમાં સર્વજીવો પ્રત્યે વધી રહેલી કરુણતાની ભાવના અને વાત્સલ્યમાંથી જ અહિંસાના સિદ્ધાંતનું સર્જન થયું છે. બાહ્ય દૃષ્ટિએ કૉપ્યુટર અને મોબાઈલ જોતાં આશ્ચર્ય થાય તેવી સિદ્ધિભરેલો યુગ પણ આંતર-જીવનમાં ક્રોધ-કષાયો-સંકલેશ અને વેરઝેરની કડવાશ અને મારા-તારાની ભાવના અને મમતાથી થતાં સંઘર્ષોવાળા સમયમાં જીવનને કેમ સારી રીતે જીવવું તે જ મહત્ત્વનો પ્રશ્ન છે. નીતિને માર્ગે ધન કમાવનાર સુખે સૂઈ શકે છે. એ કામ અઘરું છે, પણ અશક્ય નથી. પ્રામાણિકતા લાંબે ગાળે જીતે છે. આપણું જીવન આંતરિક અશાંતિથી, ક્રોધથી, માનસિક તનાવથી ઘેરાયેલું છે. વર્તમાન જીવનમાં જૈન મૂલ્યો જ રામબાણ ઇલાજ છે, જે સંઘર્ષમયી જીવનમાંથી મુક્તિ અપાવી શકે. જૈન મૂલ્યોની આવશ્યકતા ત્રણે કાળમાં રહેવાની. ભૂતકાળમાં હતી, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે જ. બલકે જેમ જેમ દુષમ દુષમ કાળ આવતાં જશે તેમ તેમ જૈન મૂલ્યોની આવશ્યકતા સવિશેષ જણાશે. ચાલો આપણે જેનમૂલ્યોને આજથી જ, અત્યારે જ શક્ય એટલા અપનાવવાની કોશિશ કરીએ. (જ્ઞાનધારા-૧ = 3 ૪ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy