SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. આ સિદ્ધાંત જેટલો જ્યાં વ્યાપક તેટલી જ તે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રમાં વધુ સંસ્કારિતા અને વધુ શાંતિ નજરે પડવાની. ક્ષમામૂર્તિ ભગવાન શ્રી મહાવીરના ઉપદેશનો ટૂંકો સાર એ છે કે - “જો તમારે તમારો સર્વાગી વિકાસ સાધવો હોય તો આચારમાં સર્વ હિતકારિણી અહિંસાને, વિચારમાં સંઘર્ષશામક અનેકાત(સ્યાવાદ)ના સિદ્ધાંતને અને વહેવારમાં સંકલેશનાશક અપરિગ્રહવાદને મનસા-વાચાકર્મણા અપનાવો. આથી વ્યક્તિના જીવનમાં વિશ્વબંધુત્વ - મૈત્રીની ભાવના, સમન્વયવાદી દૃષ્ટિ અને ત્યાગ-વૈરાગ્યના આદર્શો જીવંત બનશે; અને આ સિદ્ધાંતો ન્યૂનાધિકપણે જો સહુ અમલમાં મૂકશે તો સમષ્ટિ - સમુદાયમાં અધ્યાત્મવાદનો પ્રકાશ પ્રગટ થતાં ભય, ચિંતા, અજંપો, અશાંતિ, અસંતોષ, વર્ગવિગ્રહ, અન્યાય, દુર્ભાવના, ધિક્કાર, તિરસ્કાર, કડવાશ, અવિનય, અવિવેક, અહંકાર આવાં અનેક જડતત્ત્વોને ઘેરો બનેલો અંધકાર વિલય થશે; પરિણામે સર્વત્ર મૈત્રી, પ્રેમ, સ્નેહ, આદર, સંપ, સહિષ્ણુતા અને શાંતિનાં બળો મજબૂત બનશે. એકવીસમી સદીમાં અર્થાત્ વર્તમાન સમયમાં જૈન ધર્મના સિદ્ધાંતો - મૂલ્યોની ખાસ જરૂર છે, જેટલી તીર્થકરોના સમયમાં ન હતી. સમસ્ત વિશ્વ જૈન ધર્મના અહિંસા, અનેકાન્તવાદ, પરમસહિષ્ણુતા, પરમત સહિષ્ણુતા, શાંતિમય સહઅસ્તિત્વ, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને કરુણાના સિદ્ધાંતોને જો અપનાવે તો ચોક્કસપણે દુનિયાના બધા પ્રશ્નો હલ થઈ જાય. આજની આ સંતપ્ત દુનિયા માટે જૈન ધર્મ એક અકસીર ઔષધ, દવા સમાન છે. જૈન ધર્મનાં મૂલ્યો ખાસ કરીને અહિંસાનું પાલન કરનાર દેશ તથા વિશ્વ, આધ્યાત્મિક અને નૈતિક ઉન્નતિ પ્રાપ્ત કરશે. આપણે રોજ સવારે જ્યારે વર્તમાનપત્ર વાંચીએ છીએ ત્યારે સમાચાર આતંકવાદી, હિંસા, ગુનાખોરી, વિનયભંગ, ભ્રષ્ટાચાર, ખૂન-ખરાબી, ચોરી, રુશવત, દાણચોરી, બળાત્કાર, ખોટું તોલમાપ વગેરેનાં જ વાંચવા મળે છે. અહિંસાના પાલનથી અન્ય જીવોને નિર્ભયતા અને શાંતિ મળે છે અને વિશ્વમાં સ્વાર્થ માટે પ્રવર્તી રહેલાં યુદ્ધો અને વૈરવૃત્તિનાં શમન થાય છે. એક વ્યક્તિના ત્યાગથી જેમની પાસે પદાર્થો ન હોય તેમને તે મળે છે અને એક આદર્શ ત્યાગીના ત્યાગનો બીજાઓને ચેપ લાગવાથી પ્રજામાં સુખનો પ્રચાર થાય છે. સહનશીલતાનો ગુણ ખીલવાથી વિશ્વનું (જ્ઞાનધારા - ૩ Sિ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy