________________
નેગેટીવ સાધના સાધકને મોક્ષમાર્ગમાં વાસ્તવમાં પ્રવૃત્ત કરી શકતી નથી.
થતિધર્મ' શબ્દમાં રહેલ “થતિ’ શબ્દમાં સંસ્કૃતનો “યત્’ શબ્દ રહ્યો છે. “પ” એટલે પ્રયત્ન દ્વારા જે સાધી શકાય, ‘યતિ' એટલે જે મોક્ષમાર્ગ માટે પ્રવૃત છે, પ્રયત્ન કરે છે. આ દશવિધ યતિધર્મો સાધકને મોક્ષમાર્ગમાં જોડે છે. યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ આ યતિધર્મ વિશે કહે છે.
दुर्गतिप्रपत्प्राणि धारणाद्धर्म उच्यते ।
संयमादिर्दशविधः सर्वज्ञोक्तो वुमुक्तये।। દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને તેમાંથી બચાવી, તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે. અને તે સંયમાદિ દસ પ્રકારનો સર્વજ્ઞનો કહેલો ધર્મ મોક્ષને માટે થાય છે.
એ જ રીતે “નવતત્ત્વપ્રકરણ' આદિ પ્રાચીન ગ્રંથોમાં પણ આ ધર્મોનો ઉલ્લેખ કરાયો છે. આવો યતિધર્મ કે દિગંબર સંપ્રદાયમાં જે દશવિધ યતિધર્મ માટે દશલક્ષણ પર્વ ઉજવવામાં આવે છે એ દશવિધ યતિધર્મની સાધના કઈ રીતે કરી શકાય તેની મનોહર સમજણ આ અગિયાર ઢાળમાં ફેલાયેલી મનોહર રચનામાં અપાઈ છે. કવિ દશવિધ યતિધર્મની ભૂમિકા બાંધતાં કહે છે :
‘દશવિધ મુનિવર ધરમ જે તે કહીએ ચારિત્ર, દ્રવ્યભાવથી આચયા તેહના જન્મ પવિત્ર. ૨ ગુણ વિના મુનિનું લિંગ જે કાશ કુસુમ ઉપમાન, સંસાર તેહવા કયા અવધિ અનંત પ્રમાણ. ૩ તેહ ભણી મુનિવર તણો, ભાખું દશવિધ ધર્મ
તેહને નિત્ય આરાધતાં, પામીજે શિવશર્મા. ૪ દશવિધ યતિધર્મમાં પ્રથમ ધર્મ ‘ક્ષમાને વર્ણવતાં આચાર્ય મહારાજ કહે છે કે સંયમ એ મુનિજીવનનો સાર છે. કવિ ક્ષમાના પાંચ પ્રકાર વર્ણવી સ્વભાવ ક્ષમાને શ્રેષ્ઠ તેમ જ આત્માના અનુભવ તરીકે ઓળખાવે છે. વળી ઉપશમના એક બિંદુ આગળ લાખો મણ દ્રવ્યક્રિયા નિરર્થક છે, એમ કહી જ્ઞાનધારા.
(૨) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪