SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એટલે કર્મો ખરવા લાગે આ થઈ નિર્જરા. માટે જૈન શાસ્ત્રોમાં મંત્રજપને અત્યંતર તપ ગણવામાં આવ્યું છે. તેની ગણના “સ્વાધ્યાયમાં થાય છે. ભગવાનની ભકિત/સ્તુતિ કરવાથી જ ખૂબ સારું લાગે છે તો મંત્રજાપની આવશ્યકતા શી છે ? આપણે સ્તુતિ-સ્તવન-સ્તોત્રો બોલીએ એ બધી પ્રભુની સામાન્ય ભક્તિ છે. તેને અનન્ય કે ઉત્કૃષ્ટ ન કહી શકાય. જ્યારે કોઈ મંત્ર ગ્રહણ કરીને તેનો નિત્ય-નિરંતર જપ કરીએ ત્યારે દરેક જપ આપણાં અંતરમન પર સંસ્કાર પાડે છે અને આપણે પ્રભુમય બનીએ છીએ પછી ભૌતિક વસ્તુઓની ઇચ્છા રહેતી નથી અને વ્યવહારનાં પાલન અર્થે જે કંઈ જોઈએ છે તે બધું જ આપોઆપ મળી જાય છે. પ્ર. ભાગ્યમાં લખ્યું હોય તેમ જ થાય છે, તેમાં કંઈ ફેરફાર થતો નથી. પાંચમની છઠ થતી નથી તો પછી મંત્રોપાસનાની માથાકૂટમાં શા માટે પડવું? નિકાચિત કર્મો અવશ્ય ભોગવવા પડે છે પણ તપ, સંયમ, ધ્યાન અને જપ દ્વારા કર્મની ફલદાયકતામાં ઘટાડો કરી શકાય છે કે નાશ પણ કરી શકાય છે. માટે પુરૂષાર્થ મુખ્ય છે અને મંત્રોપાસના એ માથાકૂટ નથી પણ પ્રશસ્ત પુરૂષાર્થ છે. ધ્યાનનો અભ્યાસ કોણ કરી શકે? કોઈ યોગ્યતા જોઈએ? નાનાં-મોટાં, સ્ત્રી-પુરઋષ, ગૃહસ્થ-સાધુ સૌ કોઈ. ૭-૮ વર્ષના બાળકોને તાલીમ આપવામાં આવે તો ધ્યાનમાં બેસી શકે છે. ધ્યાનનો આરંભ કરવા માટે તો ધ્યાન ધરવાની ઉત્કટ ભાવના અને તે માટે નિષ્ઠાભર્યો પ્રયાસ કરવાની તૈયારી એટલું બસ છે. (લેખ પાઠકો શાંતિથી વાંચે-વિચારે અને જપ-ધ્યાન સાધક બની પોતાનું જીવન સફળ કરે એ જ અભ્યર્થના) પ્ર. જ્ઞાનવાળા (૦૩) જનસાહિત્ય જ્ઞાનસત્ર
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy