SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ખંડ ગાથા-૧૦૮૧-૧૩૩૦ નિખાલસ સહજ પ્રેમની વાતો કરી છે. કારણ દાંપત્યજીવનમાં ગૃહસ્થી અને કુટુંબજીવનમાં પ્રેમ અને શ્રદ્ધાને સવિશેષ મહત્વ આપ્યું છે. જેમ ઉગતા અંકુરને પાણી મળવાથી ઊગી, નીકળે છે તેમ નાયક નાયિકાનો પ્રેમ મળવાથી પ્રફુલ્લિત થાય છે... ગાથા-૧૦૯૩ સામાન્ય રોગ અને એને લાગતી દવાઓ બે અલગ વસ્તુ છે. પણ અહીં નાયિકાના caseમાં નાયિકા પોતેજ રોગ છે અને પોતે જ દવા છે.......ગાથા-૧૧૦૨ પ્રેમિકાનું મિલન, સૌન્દર્ય, વિરહ-વેદના, સંયોગ-વિયોગ, પ્રેમકલહ રીસામણાં-મનામણાં, સાન્નિધ્યનો આનંદ-ઉલ્લાસ વગેરે. નાયક અને નાયિકા વચ્ચે થયો મનોદશા ઉપસાવી છે. પુરુષાર્થના ચાર રંગવાળા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી મણકા લઈ એક સૂત્રમાં ‘કુરલ’ નામની માળા તૈયાર કરી જે આજે ૨૦૦૦ વર્ષ પછી પણ એનું તેજ ફીક્કું પડ્યું નથી. ને બીજા સૈકામાં ૨. A.D.) પાંચ મહાકાવ્ય-ચિંતામણી, સિલપધિકરમ, મણિમેખલાઈ, કુંડલકેશી, વલયપદોમાં ‘કુરલ’ ઝલક જોવા મળે છે તેમ આધુનિક સાહિત્યમાં પણ કુરલની ઝલક મળી રહે છે. જ્ઞાનધારા ૫૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy