________________
સહિત પવનને લાવી ત્યાંથી નાભિકમળમાં લઈ જઈ વાયુનો રેચક કરવો પૂરક, રેચક, કુંભક, શાંતિક થયા પછી સુષુણ્ણા નાડીનું મુખ
જ્યા ખુલે છે તે બ્રહ્મરંધ્ર સ્થાનમાં જ્યારે પવન સ્થિરતા પામે છે ત્યારે એક મધુર અપૂર્વનાદ સંભળાય છે. યોગશાસ્ત્રમાં આને અનાહતનાદ કહે છે. સાધક જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિરતા સાધે છે ત્યારે તેને એ દશામાં અમાપ લય લાગે તેમાં લીન જાય છે.
યોગી કવિ ધ્યાનના પદની ૪ થી કડીમાં ધ્યાન કરી આત્મિક અનુભવના રસનું પાન કરવાનો બોધ આપે છે. “કર આસન ઘર શુચિસમ મુદ્રા,
ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજપા જાપ સોહમ્ સુ સમરનું,
કર અનુભવ રસપાન.” (૪) જગતમેં. યોગ્ય આસન કરી પવિત્ર એવી સમમુદ્રા ધારણ કરવી ને ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને યોગ્ય પ્રયત્ન કરી અજપાજાપ કરવો. સોહમ્ નો નાદ સાંભળવો. તેથી આત્માનુભવ ના આનંદની પ્રાપ્તિ થશે. અહિં કવિએ ગુરુની મહત્તા બતાવી છે. ધ્યાન”નો અભ્યાસ ગુરુનાં સાન્નિધ્યમાં કરવાથી લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે.
દબાણ
૪૧)
એનસાહિત્ય જ્ઞાનરાગ-૪