SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના. મૈત્રી ભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે. પ્રમોદ ભાવના ગુણમાં રમણ કરાવનાર છે. કરૂણા ભાવના હૃદયથી હિત કરનાર છે. અને માધ્યસ્થ ભાવના હૃદયની વિશાળતા બતાવનાર છે. તેથી આ ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારીમાં યોજવી. કારણ કે તે તેનું પાકું રસાયણ છે. મહા ઔષધ છે. આ રીતે ભાવનાઓનો સહારો આપી ગ્રંથકર્તાએ પરમ ઉપાકાર કર્યો છે. તેઓશ્રીના ઉપકારી વચનો આ રહ્યાં- “હે આત્મન ! તું સર્વત્ર મિત્રભાવ-સ્નેહભાવ રચી દે કારણ આ દુનિયામાં કોઈ તારો શત્રુ નથી. સર્વે જીવો અનેક વખત તારી સાથે પિતાપણું, ભાઈપણું, કાકાપણું, માતાપણું, પુત્રપણું, પત્નીપણું, બહેનપણું, પુત્રવધુપણું પામેલા છે. એટલે કોઈપણ તારે પર નથી. દુશ્મન નથી. એ સર્વ તારું કુટુંબ જ છે. સર્વે પ્રાણીઓ ઉદાસીન ભાવ-સમતા ભાવના રસને આસ્વાદો ! સર્વત્ર સર્વે મુક્તિને વરો.” યોગીરાજ આનંદધનજીના મત મુજબ “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. જ્ઞાનાધારા (૩૦) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy