________________
જાય છે તેવી જ રીતે આ પ્રાણી આશ્રવો દ્વારા કર્મોથી ભરાઈ જાય છે અને પછી તે આકુળ-વ્યાકુળ થાય છે, અસ્થિર થાય છે અને મેલવાળો થાય છે.
૮. સંવર ભાવના આશ્રવોની હકીકતથી ગભરાઈ જવાય એવું છે. એ સર્વ દરવાજા ખુલ્લા રહે તો આ જીવનો આરો ક્યારે આવે ? તેથી ગ્રંથકર્તા કહે છે કે જે જે રસ્તે એ આશ્રવોનો અટકાવ થાય તે તે ઉપાયો શોધીને અમલમાં મૂકી દેવા જોઈએ.
-
મોક્ષસુખ પ્રાપ્તિ-ત્રણ રત્નોની ઉત્કૃષ્ટ આરાધનારૂપ છે, વિષય વિકારોને દૂર કરી, ક્રોધ, માન, માયા, લોભરૂપ શત્રુ પર વિજય મેળવી, કષાય રહિત થઈને સત્વર સંયમ ગુણને સેવ. આર્ત-રૌદ્ર ધ્યાનને વાળી-ઝૂડીને સાફ કર, બ્રહ્મચર્યને ધારણ કર, તીર્થંકર મહારાજના ચારિત્રનું વારંવાર પાન કરીને દીર્ઘકાળ આનંદ કર. લહેર કર. આ રીતે શિવસુખ પ્રાપ્ત કરવાનાં સાધનોનો સુંદર ઉપાય છે તેને તું સાંભળ. સમિતિ, ગુપ્તિ, યતિધર્મો, પરિષહ વિજય, ભાવના, ચારિત્ર એ સવરોના પ્રકાર છે.
૯. નિર્જરા ભાવના તપના ૧૨ પ્રકાર હોવાથી નિર્જરા ૧૨ પ્રકારની કહેવામાં આવી છે. પૂજ્યશ્રી જણાવે છે સમ્યક્ તપ દ્વારા કોઈ પ્રાણીએ અત્યંત ભયંકર મહાપાપી કાર્યો કરીને અત્યંત પાપ એકઠું કર્યું હોય તેવો જીવ પણ એ પાપ નાશ કરીને થોડા વખતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. તપ કર્મોરૂપ વ્યાધિઓનું ઔષધ છે. તપ જૈન શ્રુત-સિદ્ધાંતનું પરમ રહસ્ય-સારરૂપ છે. જિનપતિનો મત એ ઔષધને લગતું અનુપાન છે. હે વિનય ! સર્વ સુખોના ભંડારરૂપ આ શાંત સુધારસ'નું પાન તું કર.
-
૧૦. ધર્મભાવના ધર્મના શરણને સ્વીકારી ઉદ્ધાર કરવાની વાત આ ભાવનામાં પ્રગટ થાય છે. અહો શ્રી તીર્થંકર મહારાજે બતાવેલ ધર્મ ! તું અનેક મંગલ લક્ષ્મીનું ક્રીડા સ્થાન છે. તું કરૂણા લક્ષણ (સ્વરૂપ) છે. તું મોક્ષસુખનું સાધન કરી આપનાર છે. તું ૩૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા
—