SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તેને સહાય કરનારૂં કોણ થાય છે ? તેથી ધર્મનું શરણ સ્વીકારી મમતાની સોબત છોડી દે અને શિવસુખનાં ભંડારતુલ્ય આ શાંત સુધારસનું પાન કર. હે મુમુક્ષુ ! તું જીન ધર્મનું શરણ કરી લે અને મહાપવિત્ર ચરણોનું શરણ-સ્મરણ કરી તારા આત્માને અનંત સુખશાંતિનું પાન કરાવ. ૩. સંસાર ભાવના- સંસાર ભાવનાનો બોધ જણાવતાં ગેયાષ્ટકમાં કવિશ્રી કહે છે. कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे ।। मोहरिपुणेह सगलग्रहं, प्रतिपदं विपदमुप नीत रे ॥ જન્મ-મરણ વગેરે ભયોથી ડરી ગયેલા પ્રાણી ! તું સંસારને મહાભયંકર સમજ. મોહરૂપ તારા ભયંકર શત્રુએ તને બરાબર ગળથી પકડી લઈને ડગલે અને પગલે આપત્તિમાં ધકેલી દીધો છે. - પાંજરે પડેલ આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે એમાં ચિત્તની વૃત્તિ એટલી ભમી જાય છે કે એ પોતે પાંજરામાં છે એ વાત ભૂલી જાય છે. પાંજરૂ ઘરનું ઘર હોય તેમ તે માની લે છે તેમજ કોઈવાર તો પડખામાં જમરાજ જાગતા બેઠા છે. એ વાત પણ વિસરી જાય છે. એ ધનવાન ને નિર્ધન, રૂપવાન અને કદરૂપો, આબરૂદાર અને આબરૂ વગરનો, સારા અને ખરાબ બાંધાવાળો, સદ્ભાગી અને દુર્ભાગી, રાજા અને ભિખારી, દાતા અને યાચક થયો છે. એણે અનેક પ્રકારનાં રૂપો અનંતવાર લીધા છે. ચારે તરફ રખડ્યો છે. અનંતવાર રખડ્યો છે, સાતમે પાતાળ જઈ આવ્યો છે આ રીતે અનાદિ સંસારમાં કઈ કેટલાયે વેશો ધારણ કર્યા છે. લેખકશ્રી પૂછે છે ? આ ભવભ્રમણનો થાક લાગ્યો છે ખરો ? અને હવે ખરેખર શાંતિ જોઈએ છે ? અને જો તેમ જ હોય તો ગભરાવાની જરૂર નથી. આ મહાન રખડપટ્ટીમાંથી હંમેશના માટે છૂટી જવાના માર્ગો પણ છે તો સાંભળજ્ઞાનધારા (૩૨) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪|
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy