SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આજના ભૌતિક યુગમાં આત્મા શું છે કે એની ઉપલબ્ધિ કઈ છે એ જાણવું એ વિતંડાવાદ છે. રત્નત્રયી અને નવતત્વના ઉપદેશો પણ વાચક પર ધારી અસર ઉપજાવી શકતા નથી. વ્યક્તિ જ્યારે આત્મજ્ઞાની ગુરુજનોના અનુભવરસની ચિદાનંદ અવસ્થાનું તાદેશ વર્ણન સાંભળે છે ત્યારે એને એનો રસાસ્વાદ કરવાનું મન થાય છે. આમ ભજનોનો અદભૂત ખજાનો-અધ્યાત્મજ્ઞાન પણ ભવિષ્યમાં યોગવિદ્યાની જેમ પ્રકાશમાં આવશે. ભજનમાં વ્યક્ત થતો રસઃ “અલખ દેશમાં હંસને પ્રેરણા'ના ભજનમાં આત્માનુભવ સાથે પ્રભુ-પરમાત્મ ભક્તિ છે પરંતુ એમાં વૈરાગ્યરસ અને અધ્યાત્મ રસ વહે છે જે જીવને દુઃખમાંથી મુક્તિ અપાવે છે. ભજનની ભાષા અને અલંકાર : ભજનની ભાષા સરળ ગુજરાતી છે. સંપૂર્ણ ભજનમાં રૂપક, પ્રાસઅનુપ્રાસ અને વર્ણસગાઈ અલંકાર નજરે પડે છે. કવિ “વ' અક્ષરથી શરૂ થતાં શબ્દોથી કાવ્યપંક્તિની ગૂંથણી કરે છે. “હંસા, વિના રે વાદળ ચમકે વિજળે રે.” ઉપરાંત અહીં જિહાં, નિંદ્રા, વગેરે પ્રાસ અનુપ્રાસવાળા શબ્દો પણ કવિએ વાપર્યા છે. તે ઉપરાંત આત્માને હંસનું રૂપક આપ્યું છે. ગુરૂદેવની અધ્યાત્મરૂચી : આત્માનો મૂળ સ્વભાવ જ્ઞાનાનંદ છે. એ કર્મ સાથે આશ્લેષ કરી દુઃખી થાય છે. પ્રત્યેક મનુષ્ય જો આત્મસ્વરૂપનું શુદ્ધ જ્ઞાન અવલોકે તો એને દુઃખમાંથી મુક્તિ મળે છે. ગુરૂદેવ આત્મજ્ઞાનનું લક્ષ રાખી સાકાર-નિરાકાર ભક્તિ, વ્યવહારનિશ્ચયનય એમ ઉભયને સાથે રાખી પોતાને થયેલ સ્વાનુભવોનો સ્પષ્ટ ચિતાર ભવ્ય જીવો, સમક્ષ વર્ણવે છે. જેથી તેઓ પણ અધ્યાત્મજ્ઞાનમાં રુચિ કેળવે. કાવ્ય તત્વ : તેમના ભજનમાં લાગણી, ઊર્મિ અને ભાવની અભિવ્યક્તિ નિખાલસપણે અભિવ્યક્ત થયેલ મળે છે. વળી અહીં તત્ત્વજ્ઞાન સાથે સ્વાનુભવનો સંગમ છે. અહીં ગેયત્વને પ્રાધાન્ય અપાયું છે. જ્ઞાનાધારા (૨૮) જનસાહિત્ય જ્ઞાનરાગ-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy