________________
થયા હતા અને વિવિધ ટ્રસ્ટની સ્થાપના પણ કરી હતી.
મહાન મહારા મૃગાવતીજીને “જૈનભારતી' તથા “તીર્થોદ્વારિકા પદવી આપવામાં આવી હતી. મૃગાવતીના જીવનની એક નોંધપાત્ર વિશેષતા એ હતી કે તેઓ પોતે ક્યારેય કોઈ રાજનેતાઓની પાસે જવાનો પ્રયત્ન કર્યો નથી પણ રાજનેતાઓ સ્વયં તેમની પાસે આવતા
હતા.
મહત્તરા મૃગાવતીજીનું ભાષાજ્ઞાન વિશાળ હતું. તેઓ પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ, સંસ્કૃત, ગુજરાતી તથા હિંદી પર પ્રભુત્વ અને ઉર્દુ, બંગાળી, પંજાબી, મારવાડી, અંગ્રેજી અને અન્ય ભાષાઓનું સારું જ્ઞાન ધરાવતા હતા.
મહત્તરા મૃગાવતીજીની તમામ સમ્પ્રવૃત્તિઓનું મૂળશક્તિસ્ત્રોત હતું. વીતરાગ પ્રભુના પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા, અનુપમ આરાધના, જ્ઞાન અને ચારિત્રની રોમ રોમમાં વણાઈ ચૂકેલી સાધનાનું આ પરિણામ હતું.
ભારતના ગાર્ગી અને મૈત્રેયી જેવી ગંભીર જ્ઞાન ગરિમા તથા સહજોબાઈ અને મુક્તાબાઈ જેવી ગુરુભક્તિની સંપદા તેમની પાસે હતી. તેમની પાસે સત્યની, તેના આચરણની અને પંચ મહાવ્રતોની અખૂટ દોલત હતી. આ દોલતને તેમણે દુનિયામાં ખુલ્લે હાથે વહેંચી અને લૂંટાવી. સમાજ પાસેથી તેમણે જે કાંઈ મેળવ્યું તું તેને હજારગણું કરી સમાજને પાછું વાળ્યું.
Iનવાસ રે
(૨૦૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪