________________
| ૩. જન આગમ ગ્રંથોમાં ચોમન સ્વરૂપ અને
– ડો. બળવંત જાની (ઉ.ગુ. હેમચંદ્રાચાર્ય યુનિ.ના પૂર્વ કુલપતિ ઑલ ઇન્ડીયા ટીસર્ચ કાઉન્સીલનાં અધ્યક્ષ, ઉત્તમ સંશોધક, લેખક અને વક્તા છે. એસ.એન.ડી.ટી. યુનિ.ના પીએચ.ડી. માટે વિઝિટીંગ ગાઈડ છે અને સૌરાષ્ટ્ર યુનિ.માં વિવિધ સેવાઓ આપે છે.)
યોગ સંદર્ભે યશોવિજયસૂરિનું અવગાહન ભારે ઊંડું કે અગાધ છે. એમના દ્વારા ભારતીય યોગ વિચારધારાના સમન્વયાત્મક બિંદુઓનું ઊંડાણથી અને તાર્કિક રીતે વિશ્લેષણ થયું. મને યોગ સંદર્ભે ભારતીય પરંપરામાં જૈન આગમ નિર્દિષ્ટ વિમર્શાત્મક સ્વરૂપ આગવું, તાર્કિક અને જીવનશૈલી સંદર્ભે અનુભવમૂલક જણાયું છે. અહીં આગમના સંદર્ભો શ્રીમદ્ રાજચંદ્રજીની વિચારણાને પણ ખપમાં લીધી છે.
જીવાત્માની મોક્ષની સાથે યુતિ કરાવે તે યોગ. અથવા તો મલિન ચિત્તવૃત્તિનો નાશ અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે યોગ. આવી સર્વમાન્ય યોગની વ્યાખ્યાના સંદર્ભે જૈન આગમમાં વિવિધ સ્થાને મોક્ષનો માર્ગ પ્રગટ કરેલ છે. મોટેભાગે દરેક આગમમાં જીવના બંધન અથવા દુઃખ અને મુક્તિના કારણનું વર્ણન દૃષ્ટિગોચર થતું હોય છે.
જીવના બંધનના કારણે અનેક હોવા છતાં તેને સંક્ષેપમાં જ
જ્ઞાનધારા
(૧૯)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪