________________
તો જો
.
.
– ગુણવંત બરવાળિયા (અખિલ ભારતીય જે. સ્થા. જૈન કોન્ફરન્સના મંત્રી, સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન રિસર્ચ સેંટર મુંબઈના માનદ્ સંયોજક, જેનપ્રકાશ', “કાઠિયાવાડી જેન', “વિશ્વ વાત્સલ્ય” સાથે સંકળાયેલા, જેનધર્મ પર ૪૦ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કર્યું છે, સી.એ. સુધી અભ્યાસ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવૃત્ત છે.)
સરોવર, તરૂવર, વૃક્ષો અને સંતોનું જીવન પરોપકાર અર્થે જ હોય છે એમ મુનિ સંતબાલ પીડિતો પ્રતિ કરુણાથી પ્રેરાઈ દુઃખિયાના હમદર્દ અને માર્ગ ભૂલેલાના હમરાહ બન્યા હતા. એમણે નિજી જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કર્યો હતો. | મુનિ સંતબાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં ટંકારાથી ચાર માઈલ દૂર ટોળ ગામમાં નાગજીભાઈ દેવજીભાઈ દોશીના ધર્મ પત્ની મોતીબહેનની કૂખે વિ.સ. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમ ૨૬-૮-૧૯૦૪ના દિવસે
થયો..
- સૌરાષ્ટ્રના આ વિસ્તારે જગતને ત્રણ મહાપુરૂષો આપ્યા. ટોળના મુનિશ્રી સંતબાલ ઉપરાંત મોરબી પાસેના વવાણિયા ગામના શ્રીમદ્ રાજચંદ્ર અને ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતી.
સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. માતુશ્રી મોતીબહેન જ્ઞાનધારા
૧૮૫ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪