SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. ભાલ-નળકાંઠાના પ્રદેશમાં પ્રાયોગિક સંઘ દ્વારા જે કામો થયાં, જે શુદ્ધિપ્રયોગ સંતબાલજીએ આદર્યો, લોકોને શિકાર-માંસ-દારૂ-જુગારદેવાની ચુંગાલમાંથી મુક્ત કરવા જે પરિશ્રમ એમણે લીધો, દબાયેલીકચડાયેલી-શોષિત માનવજાત માટે એ મથ્યા, અનુબંધ અને ધર્મમય સમાજ રચવાનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નશીલ રહ્યા - આ બધું પેલી કરુણાભાવના વિના શક્ય બન્યું ન હોત. ૪. માધ્યચ્ય ભાવનામાં જે અવિનીત છે. જે ખોટું કામ કરે છે તેના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, ક્રોધ કે વૈરભાવ ન રાખતાં તટસ્થભાવ, ઉદાસીનભાવ કેળવવાની વાત છે. પ્રભુ મહાવીરે ચંડકૌશિક કે ગોશાલકના ઉપસર્ગો સહી લીધા એ આનાં દષ્ટાંતો છે. જૈન શાસનમાં પણ પરંપરા વિચ્છેદનાં દષ્ટાંતો ક્યાં નથી ? સ્થૂલિભદ્ર દીક્ષિત થયા પછી પ્રથમ ચાતુર્માસ પૂર્વ પ્રેમિકા કોશાને ત્યાં કરે એ ઘટના સાધુજીવનની આચારપરંપરામાં સહ્ય-સ્વીકાર્ય બને ખરી? છતાં એમ થયું. ચાતુર્માસ પૂર્ણ કરીને પાછા ફરેલા સ્થૂલિભદ્રને ગુરુએ “દુષ્કર દુષ્કર' ઉદ્ગારોથી સન્માનિત કર્યા. સ્ત્રીપરિષદના એક ઉત્તમ દૃષ્ટાંત તરીકે આજે એ કથાનકને આપણે સ્મરીએ છીએ. જૈનોના મંગલાચરણમાં સ્થૂલિભદ્ર ચિરસ્થાન પામ્યા સંતબાલજીના જીવન-કવનનો, એમના વૈચારિક વિશ્વનો વિવિધ વિદ્યાકીય દૃષ્ટિએ સંશોધનાત્મક અભ્યાસ થવો હજી બાકી છે. એને માટે ઘણો અવકાશ છે ને નવી પેઢીના અભ્યાસીઓએ આ પડકાર ઝીલવા જેવો છે. જ્ઞાનધારા (૧૦૦) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy