SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ લોક લાડી – ડો. કાન્તિભાઈ બી. શાહ (બી.ડી. આર્ટસ કૉલેજ અમદાવાદના પ્રાધ્યાપક, જ્ઞાનસત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો રજુ કરનાર, ગુણરત્નાકર છંદ વીરવીજયજી-યશોવિજયજી સ્વાધ્યાયગ્રંથ ઉપદેશમાળા બાલાવબોધ જેવા મૂલ્યવાન ગ્રંથો ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં નોંધનીય કાર્ય કર્યું છે.) વિશ્વવાત્સલ્યના આરાધક પૂજ્ય મુનિશ્રી સંતબાલજી માટે, આ નિબંધના શીર્ષકમાં મેં “સાક્ષાત્ જૈનત્વ' શબ્દપ્રયોગ સપ્રયોજન કર્યો | મુનિ સંતબાલજીની સમગ્ર જીવનોપાસના અને વિશ્વ વાત્સલ્ય પ્રત્યેની એમની સાચી સમજ અને ગહરી સમર્પિતતા જોતાં એમ જ કહેવું પડે છે કે તેઓ કોઈ સમુદાયને ભલે પરંપરાથી વેગળા થયેલા લાગ્યા હોય પણ જૈનત્વથી તેઓ લેશમાત્ર વિચલિત થયા નથી. સંતબાલજી મૂળભૂત રીતે જૈન સાધુ હતા. કેવળ સાધુ જ નહીં, પણ જૈન આગમગ્રંથોના તે પ્રખર અભ્યાસી અને મર્મજ્ઞ હતા. આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થસૂત્ર જેવા ગ્રંથો વિશે જેમણે મૌલિક વિવરણો ક્ય, મહાવીર પ્રભુના સમગ્ર ચરિત્રને આત્મસાત્ કરીને જેમણે પદ્યરચનારૂપે કંડાર્યું - એવા આ જિનશાસનના મરમી શાસ્ત્રજ્ઞએ સાચી સાધુતા સમજવામાં કશીયે SIબહાર (૧૦૩) જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy