SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ બેઠી કરી અન્યથા ગ્રામપ્રજા પ્રારબ્ધવાદી અને સરકાર માયબાપ બધું કરશે એમ માનનારી હોય છે. ગુજરાતના ભાળનળકાંઠાના પ્રદેશમાં ૪૫ વર્ષ સુધી મુનિ શ્રી સંતબાલજી પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. એમની હુંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની દોરવણી તળે સામાન્ય ગણાતા માણસોએ અસામાન્ય ગણાય તેવા કામો કર્યા. સર્વોદય વિચારને અનુરૂપ પરિસ્થિતિ-પરિવર્તન, વિચાર- . પરિવર્તન અને હૃદય-પરિવર્તન માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યો. પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હોડમાં મૂકીને ય સામાજિક મૂલ્યોની રક્ષા માટે પોતાનું આખું જીવન એમણે ખર્ચી નાખ્યું. સમાજજીવનનું કોઈપણ અંગ એવું નથી કે ધર્મ દૃષ્ટિએ સમાજરચનાના એમના આદર્શો અને વિચારોથી અલિપ્ત રહ્યું હોય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રે એમણે નવી કેડીઓ પાડીને તે પર પ્રજાનો પદસંચાર કરાવ્યો. તેમણે અન્યાયને અહિંસક પ્રતિકાર અને સત્ય ન્યાય તેમજ પ્રેમની પ્રસ્થાપના માટે સત્યાગ્રહના અભિનવ પ્રયોગો કર્યા. આ ચાર બળોનાં નામ છે. (૧) રાજ્ય (૨) રાજ્યના વહીવટી અને કાયદાકીય તંત્રને દોરવણી આપી શકે તથા તેના પર અંકુશ રાખી શકે એવી લોકોની સંખ્યાઓ કે જે સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે રચવામાં આવી હોય. (૩) લોકોના સંગઠનોને સાચી દોરવણી પૂરી પાડી શકે તે માટેના આધ્યાત્મિક અને સામાજિક આગેવાનો અને (૪) સમાજના આધ્યાત્મિક નેતાઓ અને સંતો જેઓ ઉપરનાં ત્રણેય બળોને પ્રેરણા અને દોરવણી આપવાનું કામ કરતા હોય. સંતોએ રાજકારણની અસ્પૃશ્યતા છોડવી : લોકશાહીના યુગમાં સંતો જો લોકજાગૃતિનું કામ ન કરે તો બીજા કોણ કરશે ? મુનિ સંતબાલજીએ “લોકલક્ષી લોકશાહી' એવું જ્ઞાનધારા (૧૦૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy