SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું. સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેવું” એ પંક્તિને સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી રચનાકાર્યના અનેક કેન્દ્રો ઊભા કરવામાં પ્રેરકબળ બન્યા. સંતબાલજી આપણા સમાજમાં એક સતત જાગૃત, જાણકાર, જવાબદાર જીવ તરીકે વર્યા અને રહ્યા. ધર્મનું ઊંડું ચિંતન કરવા સાથે એમણે સમાજની ધારણા માટે ઉત્કટ, ઊલટભેરને કોઈને વળી ઉગ્ર લાગે એવું કાર્ય હિંમતભેર કર્યે રાખ્યું. તેમણે જણાવ્યું છે કે, “આપણા પ્રશ્નોનો એકમાત્ર જવાબ સમાજની ધાર્મિક અને નૈતિક પાયા પર પુનર્રચના છે. સ્વાર્થપ્રેરિત ભૌતિક પાયા પર નહીં." મુનિશ્રી સંતબાલજી અસ્પૃશ્યતાનિવારણ, કોમીએકતા, ખાદી અને ગામડાનાં વિકાસ માટે સતત મથતાં રહ્યા. તેમણે આ પ્રવૃત્તિઓના અમલ માટે નિષ્ઠાવાન કાર્યકરો તૈયાર કર્યા, તથા અન્યાય સામે અહિંસક પ્રતિકાર અને અનિષ્ટ રિવાજોની નાબૂદી જેવાં કાર્યોમાં પણ તેમની સેવાનો ઉપયોગ કર્યો. તેમણે આ પ્રવૃત્તિઓના અમલ માટે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સૌથી પછાત એવો પ્રદેશ પસંદ કર્યો કે જ્યાં ચોરી, લૂંટફાટ, પરણેલી સ્ત્રીઓનું અપહરણ જેવા અનિષ્ટો પ્રવર્તતા હતાં, જ્યાં અર્ધ-ભૂખમરાથી લોકો પીડાતા હતા, જ્યાં કેટલાંક હરિજન કુટુંબો મરી ગયેલાં ઢોરનું માંસ ખાતા, જ્યાં ઢોરનાં છાણમાંથી નીકળેલ અનાજના દાણાં વીણીને તેનો ખોરાકમાં ઉપયોગ કરતા, જ્યાં પીવાના પાણીની એટલી બધી અછત હતી કે લોકોને તળાવમાં ખાડા કરી એમાં એકત્ર થયેલું પાણી બીજું કોઈ ચોરી ન જાય તે માટે ખાડા પર ખાટલો રાખી તેના પર આખી રાત સૂવું પડતું. આવો ભાલ નળકાંઠા જેવો વેરાન, ક્ષારયુક્ત અને અછત-ગ્રસ્ત પ્રદેશ પસંદ કર્યો. ખેડૂતો મોટા ભાગે સતત દેવામાં શનિવાર (૧૬૮) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy