SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનથી જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ, પ્રતિક્રમણથી જ્ઞાનાદિક પંચાચાર શુદ્ધિ, કાઉસગ્ગથી રહી ગયેલા અતિચારની શુદ્ધિ અને પચ્ચક્ખાણથી લાચારની વિશુદ્ધિ થાય છે. માટે સાધુ અને શ્રાવકે છ આવશ્યકનું પાલન કરવા દ્વારા મન સ્થિરીકરણ મટીને આત્મભાવમાં જાગૃતિ આવે છે. દશાશ્રુત સ્કંધસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં શ્રાવકની ૧૧ પ્રતિમાનું વર્ણન છે. શ્રાવકધર્મની પરમોચ્ચ આરાધનાનો માર્ગ આ પ્રતિમા ધારણ કરવાથી મળે છે. આ રીતે આગમ ગ્રંથોમાં, શ્રાવકાચાર-ધર્મનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આચારધર્મના જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મા શાશ્વત સુખ પ્રાપ્ત કરે એવી ઉદાત્ત ભાવના વ્યક્ત કરી છે. જ્ઞાનધારા ૧૩૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy