SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હઠીસિંહના દેરાના નિર્માત્રી - સખાવતે બહાદુર હરકુંવર શેઠાણી અકાળે વૈધવ્ય આવ્યું છતાં ધર્મ અને વ્યવહારના ક્ષેત્રો સાચવી અમદાવાદમાં કન્યાશાળા સ્થાપી આધુનિક શિક્ષણનો પણ સૂત્રપાત કર્યો. આવી અનેક નારીઓની ઇતિહાસ કથાઓ સતી શબ્દનો નવો આદર્શ આપણી સમક્ષ ઊભો કરે છે. સામાન્ય રીતે સતી એટલે એવી સ્ત્રી જે પતિને જ પરમેશ્વર માને, પતિસેવા કરે અને પતિના અવસાન બાદ તેના દેહ સાથે બળી મરે (રાજપૂત પ્રથા) અથવા માથે મુંડન કરાવી વૈધવ્યના કાળાં કપડાં ધારણ કરી અંધારા ખંડમાં લૂખું સૂકું ખાઈ જીવન પૂરૂ કરે તેવી સ્ત્રી. પતિ સિવાયનું જીવન જીવતી લાશ જેવું બનાવી દેવું એવી પ્રચલિત માન્યતા સમાજમાં પ્રવર્તતી હોય ત્યારે મથુરા-વૃંદાવનમાં આશ્રમો છલકાય તેમાં આશ્ચર્ય નથી. આમ જૈન કથાનકોમાં સતીસત્ત્વ શાલિની સ્ત્રીના નવા આયામો જોવા મળે છે. સતીત્વ પતિમાં જ સીમિત થતું નથી. જિનધર્મમાં અવિહડ શ્રદ્ધા એવી ઊંચેરી કક્ષા છે. આ શ્રદ્ધાનું અવચેતન મનમાં અવતરણ જ તેના આત્મબળને પ્રેરિત કરે છે. આવી નારી પ્રતિકુળ પરિસ્થિતિમાં લેવાઈ જતી નથી કે કષ્ટોથી દુઃખી થતી નથી. એક શાંત સમત્વનો ભાવ તેના વ્યક્તિત્વનો હિસ્સો બની ચૂક્યો હોય છે. તે કર્મસંયોગ સિવાય કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને દોષિત ગણતી નથી. તેથી ઝંઝાવાતી વાવાઝોડામાં પણ પોતાનો વિવેક પ્રદીપ જલતો રાખે છે. જિંદગી સામે કોઈ ફરિયાદ નહિ કકળાટ નહિ કે ઉકાળાટ નહિ. ઔચિત્યમાં ક્યાંય ચૂક નહિ. પરિસ્થિતિને માત્ર નભાવવી જ નહિ પણ સ્મિત સાથે વધાવવી એ જૈન સતીત્વનો આદર્શ છે. વારિજ્જઈ જઈવિ નિઆણ બંધણું વીયરાચી ! તુલસમયે | તહ વિ મમ હુજ્જ સેવા, ભવભવે તુહ ચલણા | હે વીતરાગ, તમારા સિદ્ધાન્તમાં જો કે નિયાણાનો નિષેધ છે ” તો પણ ભવોભવ તમારાં ચરણોની સેવો હોજો” શાનધારા જ્ઞાનધારા ૧૨૬ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy