SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવપૂર્ણ વંદન કરે છે. તેમ જ આ મુનિ માટે કહે છે. ‘માત પિતા ધન તેહનાજી, ધન ધન તસ અવતાર, વિષય વિષે નવિ ધારિયાજી, અનુભવ અમૃત ભંડાર’...૨ કવિ અંતે કહે છે કે, આ દવિધ યતિધર્મ પાપોને દળવાની ઘંટી છે. આ દવિધ યતિધર્મ આરાધે છે, તે ચારિત્રધર્મના વાસ્તવિક માલિક બને છે. કવિ કહે છે તે ચરણભવનના ઠાકુરિયાજી.’ (ઢાળ ૧૧-૨) આ યતિધર્મના પરિણામે સાધુ ભગવતી આદિ સૂત્રમાં વર્ણવેલા પ્રથમ દિવસે વાણવ્યંતર દેવના સુખથી વધુ સુખનો અનુભવ કરે, ત્યાંથી માંડી એક વર્ષના અંતે અનુત્તર દેવના સુખને અતિક્રમે એ યતિધર્મની સાધના દ્વારા જ શક્ય બને છે. ઉપાધ્યાય યશોવિજયજી પણ નવપદપૂજામાં સાધુના ગુણોનું વર્ણન કરતાં કહે છે, એક વર્ષના પર્યાયથી વધુ પર્યાયવાળા સાધુનું આત્મિક સુખ અનુત્તર વિમાનના દેવતાના સુખથી વિશેષ હોય. તેહથી અનુત્તર અનુક્રમીયે રે.’ આ મુનિ-ધર્મોને સમજવાથી શ્રાવક પણ પોતાના જીવનમાં કષાયો પર વિજય મેળવી સંયમ નિઃસ્પૃહતા, તેમ જ આત્મ સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરનાર બને. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રકાર પાર્શ્વનાથ ભગવાન બીજા ભવમાં હાથી હોવા છતાં તેમને ‘ભાવયતિ' તરીકે વર્ણવે છે. આ ‘ભાવયતિ’ પણું હાથીના ભવમાં મુનિદેશનાના પરિણામે સિદ્ધ કરેલા ‘ક્ષમા’ આદિ આંતરિક ગુણોને લીધે ઉત્પન્ન થયું છે. પ્રભુના આત્માએ ક્રમશઃ ક્ષમા, માર્દવ, સંતોષ આદિ ગુણોમાં વિકાસ સાધ્યો, જેથી દસમાં ભવે તીર્થંકરત્વ પ્રાપ્ત કર્યું. સર્પદંશ, બાણવેધ આદિ ઘાતક ઉપસર્ગોમાં પણ સમતા જાળવવાને પરિણામે દસમા ભવમાં કમઠ અને ધરણેન્દ્ર બન્ને પ્રત્યે સમાન ભાવ ધારણ કરનારા બન્યા. આવા દસ ભવની સાધના ધરાવતા તેમ જ પોષ માસની દસમના મંગલમય દિને જન્મકલ્યાણકથી શોભતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરી આપણા જીવનમાં પણ દશવિધ યતિધર્મની સાધના પ્રગટ થાય એવી પ્રાર્થના કરીએ. જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy