________________
૧૯ જૈન સંસ્કૃતિના વિકાસમાં નારીને યોગદાન
શ્રી પારૂલબેન ગાંધી
(શ્રી પારૂલબેન ગાંધી,
રાજકોટ. (એમ.એ.)
નિબંધ સ્પર્ધામાં ભાગ
ધાર્મિક અભ્યાસ ૧૩ શ્રેણીના લે છે. પારિતોષિક મેળવે છે. લેખો-નિબંધો જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થાય છે. જૈન પત્રકારત્વમાં પારિતોષિક મેળવેલ છે.)
પ્રથમ તીર્થંકર ઋષભદેવથી માંડીને ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીને લઈએ તો આપણને ખ્યાલ આવશે કે જૈન ધર્મ આજે તેના મૂળ સ્વરૂપમાં જે રીતે સચવાઈ રહ્યો છે તેમાં નારીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે.
ઋષભદેવના સમયમાં મરુદેવા જેવી માતાએ મોક્ષની બારી ખોલી તો બ્રાહ્મી અને સુંદરી જેવી પવિત્ર, પુણ્યવાન અને સંસ્કારી પુત્રીઓએ બ્રહ્મચર્યનું અખંડ પાલન કરતાં જગતને ભાષા-લિપિ અને ગણિતનું જ્ઞાન આપ્યું, એટલું જ નહિ ભાગવતી દીક્ષા અંગીકાર કરી પોતાના કુટુંબીજનો, તેમજ ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું. બ્રાહ્મીજીનું આત્મજ્ઞાન અને તેમની ઉપદેશ શૈલી તેમ જ સુંદરીજીનો દૃઢ વૈરાગ્ય તેમજ સંસાર પ્રત્યેની વિરક્તતા એ જૈન ધર્મને બે મહાન સતીની ભેટ આપી છે, જેમણે આગળ જતાં સંસ્કૃતિનાં બીજ રોપ્યાં જે સમયાંતરે વટવૃક્ષ બની ગયા છે. ઋષભદેવના સમય સુધી તો હજુ જુગલિક ધર્મ પ્રવર્તતો હતો. જે ધીમે ધીમે વિરામ પામતો જતો હતો. આથી જ ભગવાન ઋષભદેવે જગતના લોકોને અસી, મસી
જ્ઞાનધારા
૧૧૭ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪