SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રોમાં પ્રગટ થતો આનંદચેતના પ્રવાહ (પંડિત કવિ વીરવિજયજી પર મહાનિબંધ લખ્યો છે. ડો. કવિન શાહ | યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા. અઢી વર્ષ અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ કરેલ છે. નેમિ વિવાહલો, કવિરાજ દીપ વિજય અને જૈન સાહિત્યની ગઝલો વગેરેનું સંપાદન કરેલ છે. હળવા નિબંધોનું લેખનકાર્ય કરેલ છે. જૈન પત્રસાહિત્યના સંદર્ભમાં વિચારીએ તો શ્રીમદ્ભા નાના-મોટા 955 પત્રો ઉપલબ્ધ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસથી પ્રગટ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર માં આ અંગેની માહિતી છે. આ પુસ્તકના પા. 848 ઉપર પત્રો વિશેની કેટલીક મહત્ત્વની વિગતો મળી છે. આ પત્રો મુંબઈ, મોરબી, વવાણિયા, જેતપુર, ખંભાત, ભરૂચ, કલોલ, લીંબડી, અંજાર, ભૂજ, ભાવનગર, સાયલા, માંડવી, સુરત, વસો, વિરમગામ, ડરબન (Africa), ખેડા, સુણાવ, અમદાવાદ, ગોધાવી વગેરે સ્થળોએ રહેતા મુમુક્ષુઓને પત્રો લખ્યા હતા. આત્માનો મોક્ષ થાય તેના પાયામાં સમકિત બોધિબીજ છે મોક્ષરૂપી મહેલમાં આત્મા સ્વરૂપમાં રમમાણ કરે, તેમાં સમક્તિની અનિવાર્ય આવશ્યકતા છે. જે જે આત્મા મોક્ષે સિધાવ્યા, તે બધા જ સમક્તિ પાક્યા હતા. તે શ્રીમદ્ભા શબ્દો છે - દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.” (પાના નં. 317) અનાદિકાળથી આત્મા કર્મ વર્ગણાનાં પુદ્ગલોથી અશુદ્ધ છે. તેને શુદ્ધ સ્વ-સ્વરૂપમય બનાવવા માટે કર્મની નિર્જરા કરવી જોઈએ. કર્મબંધ ન થાય તે રીતે જીવનવ્યવહાર કરવો આવશ્યક છે. કર્મવાદના નમૂનારૂપ વિચારો જોઈએ - “પૂર્વેનાં કર્મનો ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત.” “તીવ્રરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું પડે છે.” “શુદ્ધયોગમાં રહેલા આત્મા અણારંભી છે અશુદ્ધ યોગમાં રહેલા આત્મા આરંભી છે, એ વાક્ય વરની ભગવતીનું છે, મનન કરશો.” (પાના નં. 219) જ્ઞાનધારા -૩. સાહિત્ય જ્ઞાનસત્ર- ૩ [ • Iક જન સાહિત્ય જ્ઞાનસત્ર-1
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy