SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. જેનદર્શન માને છે કે પુરુષાર્થ ભાવિ ઘટનાઓને પ્રભાવિત કરે છે. આવી અદ્ભુત અને અસાધારણ વૈજ્ઞાનિક અને સૂક્ષ્મ દૃષ્ટિના આપણા વારસાને જૈનોએ વિશ્વના મુખ્ય વૈજ્ઞાનિક પ્રવાહ સાથે જોડવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. Entropy - અવ્યવસ્થા : Entropy: ૨૦મી સદીના વિજ્ઞાન અને એન્જિયરિંગનો સર્વવ્યાપી ગહન સિદ્ધાંત છે. કાંડે બાંધેલી નાની ઘડિયાળથી લઈને વિશાળ આકાશગંગા અને સંપૂર્ણ વિશ્વ તેની પકડમાં છે. Entropyનો સિદ્ધાંત, કે જે 2nd law of Thermodynamics તરીકે પ્રખ્યાત છે, જણાવે છે કે વિશ્વની વ્યવસ્થામાં ક્રમશઃ ઘસારો થતો રહે છે. વિશ્વ ન બદલી શકાય, ન ફેરવી શકાય તેવી સતત અંધાધુંધી તરફ ધસી રહ્યું છે. આ ક્રમ જયાં સુધી વિશ્વનો વિસ્તાર થઈ રહ્યો છે ત્યાં સુધી ચાલશે. જ્યારે વિશ્વ વિસ્તારમાંથી સંકોચનના તબક્કામાં આવશે ત્યારે Entropyનો ક્રમ બદલાશે. જૈન કાળચક્ર પ્રમાણે અવસર્પિણી કાળ દરમિયાન દરેક પદાર્થના ગુણોનો હ્રાસ થતો રહે છે અને આ કાળના અંતે, જ્યારે એક પ્રકારનો પ્રલય થશે ત્યાર પછી કાળચક્ર ઊંધું ફરશે, જે ઉત્સર્પિણી કાળ કહેવાય છે, ત્યારે પદાર્થોના ગુણમાં ફરી વૃદ્ધિ થવી શરૂ થશે. | Entropy વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પ્રગાઢ અને લાંબા ગાળાની અસર થઈ રહી છે. વિશ્વના સ્તરે પૃથ્વી ઉપરની ક્રિયાઓ સ્થાનિક ગણાય છે) દરેક સ્તરે થતી પ્રાકૃતિક ક્રિયાઓ Entropyમાં સતત વધારો કરી રહી છે. તેમાં પૃથ્વી ઉપર માનવસર્જિત ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ Entropy ના વધારા ને વધારે ઝડપી કરી રહી છે. Entropy ના સંદર્ભમાં ભગવાન મહાવીરની અહિંસાની વિભાવનાની સૂક્ષમતા, વૈશ્વિક સ્તરે તેની મહત્તા અને પ્રાસંગિકતા નવી દૃષ્ટિ ખોલે છે. જેટલી જરૂરિયાત ઓછી, જેટલા ભોગ-ઉપભોગ ઓછા, તેટલો Entropy માં વધારો-ઓછો. ભગવાન મહાવીરની જરૂરિયાતો ન્યૂનતમ હતી તેનું મહત્ત્વ Entropy સાથે સાંકળી શકાય છે. આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદઃ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ (Theory of Relativity) ના અણસાર સુદૂર આવેલા દેવલોક અને નર્કનાં જૈન વર્ણનોમાં જોવા મળે છે. (જ્ઞાનધારા -૩ ૧૯૮ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy