SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ fazlagie (Determinism): વિશ્વ જે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે, તેનાથી પ્રેરાઈને અનેક ધર્મ, તત્ત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો પણ માનતા આવ્યા છે કે વિશ્વની ઘટનાઓ એક સુનિશ્ચિત ક્રમથી ચાલી રહી છે. તેની સાથે કાર્ય-કારણના નિયમોને આધારે માનવામાં આવતું હતું કે બધી જ વર્તમાન ઘટનાઓને આધારે ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકાય. ટૂંકમાં, વિશ્વ એક સુનિશ્ચિત પગદંડી પર ચાલી રહ્યું છે અને તેને આધારે નિયતિવાદ સર્વમાન્ય હતો. જૈનદર્શને નિયતિવાદને ક્યારે પણ સાર્વભૌમ સિદ્ધાંત તરીકે માન્ય નથી રાખ્યો. તે માને છે કે સ્થૂળ રીતે ઘટનાઓ નિર્ધારિત ક્રમથી ઘટે છે, પણ સૂમ સ્તરે અજ્ઞાત પરિબળો ભાવિ ઘટનાઓને જુદી દિશા આપી શકે છે. Caaraqie end 241ĘCIE (Determinism & Uncertainty Principle) : ગઈ સદીની શરૂઆતમાં જર્મન વૈજ્ઞાનિક હાઈઝનબર્ગે તેના “અનિશ્ચિતતાના સિદ્ધાંત(Uncertainty Principle)થી સમસ્ત વિજ્ઞાન જગતને ચોંકાવી દીધું. વિશ્વ તેના નિયમની ધૂંસરીને વશ એક સુનિશ્ચિત પથ પર ભવિષ્યમાં આગળ વધી રહ્યું છે અને તેની દરેક ઘટનાઓ પણ તેથી નિશ્ચિત છે, એ માન્યતાને હાઈઝનબર્ગની શોધે જોરદાર આંચકો આપ્યો. આઈન્સ્ટાઈન જેવો સર્વોચ્ચ વૈજ્ઞાનિક પણ આ સિદ્ધાંતને સ્વીકારી ન શક્યો. તેની પ્રખ્યાત પ્રતિક્રિયામાં કહ્યું: “ઈશ્વર સોગઠાની રમત નથી રમી રહ્યો.” (God is not playing dice) પશ્ચિમના અનેક ફિલોસોફર આ સિદ્ધાંતના આઘાતમાંથી હજુ સુધી બહાર નથી આવી શક્યા. આ નવા સિદ્ધાંતની મનુષ્યના દૃષ્ટિકોણ અને વિચારો ઉપર કાયમી ઊંડી અને ઘેરી અસર પડી છે. નિયતિવાદથી વિપરીત જે વિચારધારાને પશ્ચિમમાં આવવા માટે ઠેઠ ૨૦મી સદી સુધી રાહ જોવી પડી તેને ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં સ્વાદ્વાદરૂપે પૂર્ણ વિકસિત રૂપમાં પ્રસ્તુત કરી હતી. Uncertainty Principle નિયતિવાદ પર જે પ્રચંડ પ્રહાર થયો છે, તેનો વિજ્ઞાન ઉપર પણ વ્યાપક પ્રત્યાઘાત પડ્યો છે. પરિણામે ન્યૂટનના વિજ્ઞાને આપેલું વિશ્વનું યાંત્રિક ચિત્ર પણ બદલાઈ ગયું છે. જ્યારે જૈનદર્શને વિશ્વના સંચાલનને ક્યારે પણ યાંત્રિક માન્યું જ નથી. યાંત્રિક વિશ્વમાં મનુષ્યની ઈચ્છાશક્તિ અને પુરુષાર્થનું સ્થાન ડગમગી જ્ઞિાનધારા-૩EE ૧૯૦ ફન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy