SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે તેટલી તેની શ્વાસોચ્છવાસની ક્રિયા તીવ્ર હોય છે. અને નારકી આદિ દુઃખી જીવોની આ ક્રિયા સતત અવિરતરૂપે ધમણની જેમ ચાલ્યા જ કરે છે. જે જીવો જેટલા અધિક અધિકતર કે અધિકતમ સુખી હોય છે, તેઓની શ્વાસોચ્છવાસ ક્રિયા ઉત્તરોત્તર મંદ, મંદતર કે મંદતમ ગતિથી (શાંત-પ્રશાંત રીતે) ચાલે છે. જે શારીરિક વિજ્ઞાનની દષ્ટિએ એકદમ બંધબેસતું લાગે છે. આજે પ્રાણાયામ વગેરે ધ્યાન પદ્ધતિમાં પણ બને તેટલા ઊંડા શ્વાસ લઈ શ્વાસની માત્રા ઘટાડવાનું કહે છે. ભાષા પદમાં તો ભગવાને બધી ભ્રમણાઓને ભાંગી દીધી છે. તેમાં ભાષાની ઉત્પત્તિ, તેના પ્રકાર, કાલમાન વગેરેની વિસ્તૃત ચર્ચા છે. વિચારોને પ્રગટ કરવાનું માધ્યમ ભાષા છે. ભાષા દ્વારા જ પરસ્પરનો વ્યવહાર થાય છે, શાસન પ્રભાવના થાય છે. ભાષાથી જ તીર્થકરો દ્વારા શાસનની સ્થાપના અને શાસનની પરંપરા ચાલે છે. આ રીતે સાંસારિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ભાષાનું સ્થાન આગવું હોવાથી અહીં સાંગોપાંગ વર્ણન કર્યું છે. અહીં એક વિશેષતા એ છે કે અન્ય ભારતીય ભાષાને આકાશનો ગુણ માને છે, ત્યાં જૈનદર્શન ઘટસ્ફોટ કરીને પુદ્ગલનો ગુણ સાબિત કર્યો છે. ભાષાવર્ગણા શબ્દથી અભિન્ન છે. કાયયોગ દ્વારા ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થાય છે અને વચનયોગ દ્વારા તેનો ત્યાગ થાય છે. આજે ભાષાની પૌગલિકતા વિજ્ઞાનથી પણ પ્રમાણિત થઈ ગઈ છે. જૈન આગમોનું કહેવું છે કે - “શબ્દ ન માત્ર પૌગલિક છે, પરંતુ તે ધ્વન્યાત્મક રૂપથી આખા લોકની યાત્રા કરે છે.' તે હવે આધુનિક વૈજ્ઞાનિક શોધોએ સિદ્ધ કરી બતાવ્યું છે. આવા તો કંઈ કેટલાંયે રહસ્યો આપણાં આગમોમાં ભર્યાં પડ્યાં છે, જો તેના પર Research કરવામાં આવે તો ઘણા ભેદો ખૂલે એમ છે. લશ્યા પદમાં વિવિધ દૃષ્ટિકોણથી છ લેશ્યા સંબંધી વિચારણા છે. કષાયથી અનુરંજિત આત્મપરિણામોને વેશ્યા કહે છે. લેગ્યા આત્મા અને કર્મનું જોડાણ કરાવનારું માધ્યમ છે. વેશ્યાના બે પ્રકાર છે : દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા. ભાવલેશ્યા આત્મપરિણામરૂપ તથા અરૂપી છે. ભાવલેશ્યાના કારણે જે પગલોનું ગ્રહણ થાય તે દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા પરસ્પર સંબંધિત છે, પરસ્પર સાપેક્ષ છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની લેશ્યાના છ-છ પ્રકાર છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા અને શુક્લલેશ્યા. પહેલી ત્રણ અશુભ લેશ્યાનાં પરિણામો દુર્ગતિદાયક છે અને ત્રણ શુભ લેશ્યાનાં પરિણામો સુગતિદાયક છે. જય જિનેન્દ્ર જય મહાવીર જ્ઞાનધારા-૩ ક્સ ૧૦૯ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy