________________
ઋણાત્મક વિદ્યુતથી આવેશિત સૂક્ષ્મ કણ. આમ, જૈનદર્શનની પરિભાષા વિજ્ઞાન સંમત પ્રતીત થાય છે.
પરમાણુ અથવા પુદ્ગલ કણોમાં અનંત શક્તિનો ભંડાર છે તેમ જૈનદર્શન કહે છે. આધુનિક વૈજ્ઞાનિક આ માન્યતાને સિદ્ધ કરી ગયા કે એક પરમાણુનો વિસ્ફોટ પણ કેટલી વિરાટ શક્તિનું સર્જન કરી શકે છે !
પ્રજ્ઞાપના સૂત્રનાં સ્થાન પદમાં સર્વ જીવોના ઉત્પત્તિસ્થાનોનું અને નિવાસસ્થાનોનું વર્ણન છે. જીવ જ્યાં સ્થિત થાય, જીવ જ્યાં રહે તેને સ્થાન કહે છે. જીવ પોતાના કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન સ્થાનમાં નિવાસ કરે છે. કયા જીવો ક્યારે, ક્યાં અને કેટલા સ્થાનમાં રહે છે, તેનું સ્પષ્ટીકરણ કરવું તે આ પદનો મુખ્ય વિષય છે. તે બધા પરથી એટલું જ ફલિત થાય છે કે સાચા સુખનું સરનામું તો લોકના અગ્રભાગ, સિદ્ધશિલા જ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં વિશેષ પદમાં પર્યાય વિષયક વર્ણન છે. ' પર્યાયવદ્ દ્રવ્યમ્ | ગુણ અને પર્યાયથી યુક્ત હોય, તેને દ્રવ્ય કહે છે. દ્રવ્યના અસાધારણ અને સહભાવી ધર્મને ગુણ કહે છે, અને દ્રવ્યની વિવિધ અવસ્થા કે વિવિધ પ્રકારના પરિણમનને પર્યાય કહે છે. જેમ કે - જ્ઞાન, તે જીવદ્રવ્યનો અસાધારણ કે સહભાવી ધર્મ હોવાથી ગુણ છે; અને નારક, તિર્યંચ આદિ વિવિધ અવસ્થાઓ જીવદ્રવ્યની પર્યાય છે. તે જ રીતે ગુણની પણ વિવિધ અવસ્થાઓ ગુણની પર્યાય છે. યથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ.. કેવળજ્ઞાન સંબંધી અવધારણા છે કે કેવળી અથવા સર્વજ્ઞ સમસ્ત લોકના પદાર્થોને હસ્તકમલવતું પ્રત્યક્ષ રૂપે જાણે છે, અથવા અવધિજ્ઞાન સંબંધી અવધારણા છે કે અવધિજ્ઞાની ચર્મચક્ષુ દ્વારા ન થતા દૂરના વિષયોનું સીધું પ્રત્યક્ષીકરણ કરી લે છે. કેટલાંક વર્ષો પહેલાં જગતને કપોળકલ્પના લાગતી હતી, પણ આજે જ્યારે ટેલીવિઝનનો આવિષ્કાર થયા બાદ આ વાત આશ્ચર્યજનક નથી. પ્રત્યેક ભૌતિક પિંડથી પ્રકાશ કિરણો પરાવર્તિત (પરિવર્તન થાય છે અને એ પણ ધ્વનિના સમાન જ લોકમાં પોતાની યાત્રા કરે છે. (પ્રકાશ, અંધકાર, તાપ, છાયા, શબ્દ વગેરે પૌગલિક છે) તથા પ્રત્યેક વસ્તુ અથવા ઘટનાનું ચિત્ર વિશ્વમાં સંપ્રેષિત (પ્રકાશિત) કરી દે છે. આજે જો માનવમસ્તિષ્કમાં ટેલીવિઝન સેટની જેમ ચિત્રોને ગ્રહણ કરવાનું સામર્થ્ય વિકસિત થઈ જાય તો દૂરના પદાર્થો અને ઘટનાઓના હસ્તકમલવતુ જ્ઞાનમાં કોઈ અડચણ રહેશે નહિ.
શ્વાસોચ્છવાસ પદમાં સમસ્ત સંસારી જીવોના શ્વાસોચ્છવાસના કાલમાનની વિચારણા છે. તેની પ્રરૂપણાથી સ્પષ્ટ થાય છે કે જીવ જેટલો વધુ દુઃખી (જ્ઞાનધારા -૩ = ૧૬૮ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)