SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ગારરૂપે, કોઈ અદ્ભુત અંતર અનુભવથી રંગાયેલા શબ્દોમાં લખાઈ ગયા છે ! અને એ પત્રો પણ આપણા ઉપર એમની કોઈ અસીમ, અકથનીય કરુણા જ છે. એવી કોઈ દશામાં આપણને એક મોટા આધાર રૂપ છે. વળી એવી આપણી અંતરંગ દશા થાય એ માટે મહાન પ્રેરણા આપે છે. વ.૫. ૧૬૧: “હે સહજાત્મ સ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો ? તે કહો, આવી વિષમ અને દિગ્મઢ દશા શી? - હું શું કહું? તમને શું ઉત્તર આપું? મતિ મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ, ખેદ, અને કષ્ટ, કષ્ટ આત્મામાં થઈ રહેલ છે, ક્યાંય દષ્ટિ ઠરતી નથી અને નિરાધાર, નિરાશ્રય થઈ ગયા છીએ !” પ્રભુના અંતરની આ વેદના આવા અભુત શબ્દો રૂપે લખાઈ ગઈ છે. એ પત્રમાં પોતે જ પોતાના આત્માની સાક્ષીએ, એટલે શ્રી મહાવીર પ્રભુને પ્રત્યક્ષ આત્મસ્થ કરીને પોતાની વેદના, મૂંઝવણને સમાધાન કરેલ છે. પોતાને જ્યાં સુધી અલ્પમાત્ર કોઈ સંશય રહ્યો હતો, ત્યાં સુધી બીજા જીવો માટે ગુરુપદે રહેવું એમણે કદી સ્વીકાર્યું ન હતું. અને આપણા જેવા ભક્તિવાન આશ્રિત જીવો જો એમના માટેનો અહોભાવ વ્યક્ત કરતા, તો એમને બહુ ખેદ પ્રવર્તતો, જે તેઓ વ્યક્ત કહી - લખી પણ દેતા ! અહો! આવા પરમ કૃપામય સત્ આત્મા સદ્ગુરુને અનંતાનંદ વંદના! શ્રીમદ્જીના કરુણામય કોમળ અંતરનો આ ઉદ્ગાર તો અવલોકીએ. વ.૫. ૧૬૩ : “અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહિ અને અમારા કારણથી દોષી ન હોય, એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અન-અંગીકારપણું થવું એ અમોને પરમ દુખ છે.” આવા આ પરમ કૃપામય શ્રીમદ્ પ્રભુ આપણા પરમ કૃપાળુ ભગવાન બની જાય એમાં શો સંદેહ ? એ જ એમણે આપણા ઉપરનો મહા-મોટો ઉપકાર છે. માત્ર ૨૩ વર્ષની આ દેહધારીપણાની નાની વયમાં આ પ્રભુ તો આપણા પરમકૃપાળુ નાથ થઈ ગયા ! સતમાર્ગના દાતા થઈ ગયા ! છતાં એમની પોતાની દૃષ્ટિમાં હજી પોતાની દશા શું હતી એ શ્રી સૌભાગ્યભાઈને વ.૫. ૧૮૭ માં જણાવે છે - “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં, અલ્પપણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે.” આ પત્ર ૨૪મા વર્ષનો છે (જ્ઞાનધારા-૩EB ૧૩ ન્ન જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-3) : - જ્ઞાનધારા - ૩ ilહત્ય જ્ઞાનસત્ર- ૩
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy