SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ચાખવું ગમતું....” જે વયમાં સામાન્યપણે યુવકો પૈસા કમાવાના અને બીજા લૌકિક મોજ-મજા માણવામાં જ તરબતર હોય એવી આ યુવાન વયમાં શ્રીમદ્ માત્ર પરમાર્થ વિષયની જ વિચારણા રહ્યા કરતી ! “એમને ગમે છે શું? તેમની સ્પૃહા શું છે?” એનો ઉત્તર વ.૫.૧૪૪માં આપણને મળે છે: “મૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. એ જ જોઈએ છે. બીજું કાંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક તુંહી તુંહી” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે.” આ “તુંહી તુંહી’ ની રટના કોના પ્રત્યેની છે ? એમના સદ્ગુરુ શ્રી મહાવીર માટેની કે એમના સ્વાત્માની ? આવો ભેદ તો એમના માટે કદી ઊભો જ થયો ન હતો. એમનો આત્મા એ જ મહાવીર અને મહાવીર એ જ એમનો આત્મા ! પોતાના શ્રીમદ્ સર ભગવંત પ્રત્યેની એમની આ અપૂર્વ ભક્તિ અપૂર્વ સમર્પણના તો કોઈ અભુત અકથ્ય હતી ! વ.પ. ૧૫૪માં પોતે ૪-૬ લીટીમાં બહુ ઊંડા મર્મસભર પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી છે - “પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સરુ યોગ, વચન સુધા શ્રવણે જતાં થયું હૃદય ગઢશોગઃ નિશ્ચય એથી આવિયો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગમેં એક લક્ષથી આપ” અને આગળ વ.પ. ૧૫૮માં તેઓ લખે છે - “શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિશે અમને ભેદબુદ્ધિ છે જ નહિ, ત્રણે એક રૂપ જ છે.” આ દેહ સાથેના એમના સંયોગની વય તો હમણાં માત્ર ૨૩ વર્ષની હતી, છતાં એમની આટલી ગંભીરતા અને વૈરાગ્યસભર અપૂર્વભક્તિ એમના સતઆત્માના નિર્મળ જ્ઞાનની વૃદ્ધતાના પ્રતીક જેવા જ છે. આવી એમની દશાને આપણે જાણી જાણીને પણ કેટલું જાણી કે સમજી શકવાના? આટલી વીતરાગતા, આટલું વૈરાગ્ય, આટલી બધી ઉદાસીનતા, આટલું જ્ઞાનનું નિર્મળપણું, છતાં પોતાના સદ્ગુરુ દેવનો આવો આકરો વિયોગ, એમનો આવો વિરહ ! અહો ! આ શ્રીમદ્ભી દશા વર્તમાને કોણ સમજી શકવા સમર્થ હતા ? શ્રીમદ્જીને હુંફ આપવા સમર્થ હતા? તે નાની વયમાં પ્રત્યક્ષ સદ્ગુરુના વિયોગમાં, આ શ્રીમદ્ રાજચંદ્ર દેહધારી ભવ્ય પરમ આત્માના અંતરમાં ચાલતો પરમાર્થ વિષયનો દર્શન પરિષહ, પારમાર્થિક વેદના, વાપ. ૧૫૭, ૧૫૮, ૧પ૯, ૧૬૦, ૧૬ ૧, ૧૬૨, અને ૧૬૩ માં બહુ જ ઊંડા હૃદય (જ્ઞાનધારા-૩ ફ્સ ૧૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-).
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy