SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મા " દાર્શનિક કર્મ-વિજ્ઞાનના સંદર્ભે વિશ્વવ્યાપી | સ્વયંસંચાલિત અદભત ન્યાયતંત્ર અખિલ ભારતીય ચે. સ્થા. જૈન કોન્ફરન્સના શ્રી ગુણવંત બરવાળિયા મંત્રી, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના ટ્રસ્ટી, “કાઠિયાવાડી જેન', જૈિન પ્રકાશ', “વિશ્વવાત્સલ્ય' વ.ના સંપાદનકાર્ય સાથે જોડાયેલા, પ્રાણપુર જૈન રીસર્ચ સેન્ટરના માનદ્ સંયોજક છે. લેખન - સંપાદન દ્વારા તેમનાં ૪૦ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. સતયુગ-કર્મયુગના શૈશવકાળની વાત છે. યુગલિક યુગના અસ્તાચળના સમયે યુગલમનુષ્યો સુખરૂપ જીવન પસાર કરતા હતા. માનવજીવનમાં અપરાધભાવનો ઉદય થયો ન હતો. ઈર્ષા, નિંદા, ચોરી, હિંસા, લડાઈ, ઝઘડા ન હતા. કાળચક્ર વિતતા કલ્પવૃક્ષની શક્તિ ક્ષીણ થવા લાગી. પરિવર્તન, કુદરતનો નિયમ છે. સંક્રાંતિકાળ પછી કુલકર વ્યવસ્થાનો વિકાસ થયો. કુળના રૂપમાં સંગઠિત સમૂહના નેતાને કુલકર કહેતા. આ વ્યવસ્થામાં ત્રણ પ્રકારની દંડનીતિ પ્રચલિત હતી. કુલકર વિમલવાહનના સમયમાં ‘હકાર' નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયે માનવ ઊંચ નીતિમત્તાવાળો અને લજ્જાળુ હતો. “તેં આમ કર્યું?” બસ આટલું કહેવું તે જ ઉચ્ચ પ્રકારનો દંડ હતો. આટલું સાંભળવું પડે તે પરિસ્થિતિ જ માનવ માટે અસહ્ય હતી. માનવી આવા ઋજુ હૃદયનો હતો. યશસ્વી અને મોટા અભિચંદ્રકુલકરના સમયમાં નાના અપરાધ માટે હાકાર' અને મોટા અપરાધ માટે “માકાર” એટલે “આવું ન કરો” એટલું કહેવું તે જ દંડ હતો. પ્રસેનજિત, મરુદેવ અને નાભિ કુલકરના સમયમાં ધિક્કાર નીતિ ચાલી. નાના અપરાધ માટે હાકાર, મધ્યમ અપરાધ માટે માકાર, અને મોટા અપરાધ માટે ધિક્કાર નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયનો માનવી, સમાજ અને રાજ્યના નિયમોમાં રહેનારો, મર્યાદાપ્રિય અને ઋજુ હતો. બે શબ્દો દ્વારા તેમણે કરેલા અયોગ્ય કાર્યનું દુઃખ પ્રદર્શન કે ધિક્કાર તેને માટે મૃત્યુદંડ સમાન હતું. જેનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ જ્યારે રાજ્ય સંભાળતા હતા ત્યારે સમાજજીવન, રાજ્યવ્યવસ્થા અને સુરક્ષાવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા. એ સમયમાં અપરાધીને ઠપકો આપવો, નજરકેદ કરવો, એટલે નક્કી (જ્ઞાનધારા-૩ - જ્ઞાનધારા - ૩ ૧૧૦ - જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩) L LL T૧૧. હિત્ય જ્ઞાનસત્ર- ૩
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy