SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫.૫) પૂર્વતૈયારીઃ પ્રેક્ષાધ્યાનની સાધના માટે પૂર્વ તૈયારીના રૂપમાં નીચેની સાધના કરવી આવશ્યક છે - (૧) મૈત્રીભાવનો વિકાસ. (૨) ભાવ-ક્રિયા અર્થાત્ વર્તમાનમાં જીવવું. જે સમયે જે ક્રિયા કરો તેમાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ જવું.(Undivided Attention - total concentration) (૩) પ્રતિક્રિયા-વિરતિ અર્થાત્ કોઈની પણ ક્રિયાની પ્રતિક્રિયા ન કરવી. બીજાના કહેવાથી કે કરવાથી પોતાની શાંતિનો-સમતાનો ભંગ કરી, અવિવેકપૂર્વક એનો જવાબ ન આપવો. (Control over our reaction - retaliation) અન્યની કઠપૂતળી ન બનવું(૪) મિતાહાર (૫)મિતભાષણ આ પૂર્વસાધનાનો સંકલ્પ કર્યા પછી - ૫.૬) પ્રાથમિક સાધના : પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશ કરવા પ્રાથમિક સાધના રૂપે(૧) આસન (સુખાસન, પદ્માસન, વજાસન, આદિ.) (૨) મુદ્રા (જ્ઞાનમુદ્રા-બ્રહ્મમુદ્રા). (૩) મહાપ્રાણધ્વનિ અથવા' અહં'ચા'ઓમ'નો ધ્વનિ (કવચ નિર્માણ) (૪) ધ્યેય - સંકલ્પનો સ્વીકાર "હું ચિત્તની શુદ્ધિ માટે, નિર્મળતામાટે, પવિત્રતા માટે, પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ કરી રહ્યો છું." (૫) આગમસૂત્રનું ઉચ્ચારણ સંપિફખએ અપગમખ્ખએણે (આત્મા દ્વારા આત્માને જુઓ) ૫.૭) સાધના-ક્રમઃ પ્રેક્ષાધ્યાનની સાધના માટેનો ક્રમ છેઃ (૧) કાયોત્સર્ગ (૪) શરીર પ્રેક્ષા (૨) અંતર્યાત્રા (૫) ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા જ્ઞાનધારા-૧ ૭૦ = જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy