SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્ષાધ્યાનની પદ્ધતિ પ્રતિપાદિત કરી છે જે એક સંપૂર્ણ જૈન સાધનાપદ્ધતિ છે. એમણે પોતાના શરીરને રસાયણશાળા બનાવી, અનેક જાતના પ્રયોગો કરી, સ્વાનુભવથી આ ધ્યાન-પદ્ધતિ વિકસાવી છે (૫) પ્રેક્ષાધ્યાન પદ્ધતિ : ૫.૧) વ્યક્તિત્વના સર્વાગીણ વિકાસની આ પદ્ધતિ સંપૂર્ણપણે જૈનદર્શન અને આધુનિક મેડીકલ વિજ્ઞાન પર આધારિત છે. અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વય રૂપ આ ધ્યાનપદ્ધતિ, આ શતાબ્દીની શ્રેષ્ઠ સાધનાપદ્ધતિ છે. ૫.૨) અર્થ-વ્યંજનાઃ પ્રેક્ષાશદ ઈક્ષ' ધાતુથી બન્યો છે. એનો અર્થ છે - જોવું. પ્ર+ઈક્ષા=પ્રેક્ષા, એટલે કે ઊંડાણથી જોવું. વિપશ્યના અને પ્રેક્ષા - બન્નેનો અર્થ એક જ છે અને જૈન સાહિત્યમાં ધ્યાન માટે આ બન્ને શબ્દના પ્રયોગો મળે છે. પરંતુ વિપશ્યના-ધ્યાન બૌદ્ધધ્યાન-પદ્ધતિ માટે પ્રચલિત છે, એટલે જૈનધ્યાનપદ્ધતિ માટે પ્રેક્ષાધ્યાન’ નામ પસંદ કરવામાં આવ્યું છે. ૫.૩) દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે 'સંપિષ્ણએ અપ્પગમખ્ખએણ” – આત્મા દ્વારા આત્માની પ્રેક્ષા કરી, આત્માને જુઓ - સ્થળ ચેતના દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુઓ. મહાવીરની સાધનાનું સૂત્ર છે - જાણો અને જુઓ ', આત્મા શરીરમાં જ રહે છે માટે સ્થૂળ શરીરની પ્રેક્ષા કરો, શ્વાસની પ્રેક્ષા કરો, શરીરની અંદર થતાં સ્પંદનો, કંપનો, હલનચલનનો અનુભવ કરો. એને જોતાં જોતાં મન તન્મય બને પછી મનવચન-કાયાની ક્રિયાનો વિરોધ કરી શુદ્ધચેતનાનો અનુભવ કરો. પ.૪) આધાર પ્રેક્ષાધ્યાનનો આધાર છે - વર્તમાનમાં જીવવું. ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યકાળની કલ્પનાઓમાં રાચવાને બદલે ફક્ત વર્તમાનકાળની ક્ષણમાં જીવવાનું અને ક્કત જોવાનું અનુભવવાનું. રાગ-દ્વેષ વગર જોવાનું. જ્યારે મન શાંત અને શરીર સ્થિર થઈ જશે ત્યારે ચેતના સક્રિય બનશે અને ત્યારે પ્રિયતા-અપ્રિયતા, રાગ-દ્વેષ આદિ દ્વો ઓગળી જશે. શુદ્ધ દષ્ટાભાવનો અનુભવ થશે. જડ અને ચેતનના ભેજ્ઞાનની પ્રતીતિ થશે. જ્ઞાનધારા-૧ ૬૯ – જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy