________________
અષ્ટકપ્રકરણની કેટલીક વિશેષતાઓ
(એમ એસ. સી, એમ. એ., એમ. ફ્લિ, જૈનોલોજી વિષય સાથે એમ. એ. અને એમ ફિલ કર્યું છે. પુદ્ગલ પર પીએચ. ડી. કરી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જૈનધર્મના વ્યાખ્યાતા લેખો, સંપાદન વગેરેમાં સક્રિય છે.)
લે. જવાહર શાહ
પ્રાસ્તાવિક
વિક્રમની આઠમી શતાબ્દીમાં થયેલા મહાન શ્રુતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું જૈન સાહિત્યમાં ઘણું મોટું પ્રદાન છે. પૂર્વાશ્રમમાં તેઓ બ્રાહ્મણ પંડિત અને ચિત્તોડના રાજા જિતારીના રાજપુરોહિત હતા. તેઓ પારંગત વેદવિધાના પંડિત હોવા છતાં પણ જ્ઞાનપિપાસુ હતા. આ જ્ઞાનપિપાસા તેમને આર્યા યાકિની મહત્તરાના આગ્રહથી આચાર્ય જિનભદ્રસૂરિ સુધી લઇ આવી. જૈનાગમોના પઠનની તાલાવેલીમાં તેમણે દીક્ષા લીધી અને તેમાં પણ તેઓ શ્રુતપારગામી બન્યા અને હરિભદ્રસૂરિ તરીકે પ્રખ્યાત થયા. આમ તેમનામાં રહેલા બ્રાહ્મણ સંસ્કારો ઉપર શ્રમણ પરંપરાનો પુટ ચડ્યો. તેમાંથી જે સાહિત્ય નવનીત પ્રગટ્યું તેનો જૈન સાહિત્યમાં જોટો જડે તેમ નથી. પરંપરાનુસાર તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી પણ તેમાંના ઘણાં અત્યારે મળતા નથી. તેમના મુદ્રિતગ્રંથોની સંખ્યા લગભગ સીત્તેરની થાય છે, જેમાં તેમણે જૈન અને પાલિ, ષઙ્ગ-દર્શનો, બૌદ્ધ અને લાકોયતદર્શનો, અધ્યાત્મ, યોગ, અનેકાંત, નય-પ્રમાણ અને આગમિક ટીકા સાહિત્યના વિષયો આવરી લીધા છે. તેઓએ પ્રાકૃત સાહિત્યમાં પણ યોગવિંશિકા અને યોગશતક, સમરાઇચ્ચ કહા, પંચસૂત્ર વ. ની રચના કરી છે.
જ્ઞાનધારા-૧
આપણે જે કૃતિ વિષે અવલોકન કરવાનું છે તે`અષ્ટક પ્રકરણમ્' તેમની મહત્ત્વની કૃતિ છે જેમાં આઠ-આઠ શ્લોકોના એક-એક પ્રકરણ એમ બત્રીસ પ્રકરણોનો સંગ્રહ છે. આ સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે અને તેમાં બત્રીસ
૫૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧