SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આ રિદ્ધિ-સિદ્ધિની પાછળ રહેલા જોખમને સમજી ગયા. ૨૯ મા વર્ષે અપૂર્વ એવા 'આત્મસિદ્ધિ શાસ્ત્રની માત્ર દોઢ કલાકમાં એક જ બેઠકે પદ્યરચના કરીને શ્રીમદે૧૪ પૂર્વનો સાર વિશ્વને આપ્યો. મુનિશ્રી લલ્લુજી ઉપર લખાયેલા છ પદના પત્રનું પધમાં રૂપાંતર શ્રી સૌભાગ્યભાઇની વિનંતીથી થયું. આ ઉપરાંત તેઓએ અપૂર્વઅવસર, મૂળમાર્ગ, બહુપુણ્ય કેરાપુંજથી, એવા અનેક અદ્ભુત કાવ્યોની રચના કરી તેમજ લગભગ ૧ હજાર પત્રોનો પૂંજ આત્માર્થી જીવોના નિમિત્તે લખી ભવ્યોનું કલ્યાણ કરતાં ગયા. દશવૈકાલિકસૂત્રમાં કથન છે કે જેણે જીવ અજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે ? સ્યાદવાદ શૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે. નવ તત્ત્વનું કાળભેદે જે સતપુરુષો જાણે છે મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. ૪) ગાંધીજીના પથદર્શકઃ મહાત્મા ગાંધીજી કહે છે કે, 'મારા જીવન પર શ્રી રાયચંદભાઇનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાય વર્ષોથી ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવાધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી.” ૫) આત્મહિતનાં શ્રેષ્ઠ સાધનઃ આ લોક ત્રિવિધ તાપથી વ્યાપ્ત છે. બાહ્ય ઉપાધિ અને પ્રબળ વ્યાધિ જીવતા માનવીને માટે શ્રીમદ્ધ જીવન સમતાનો શીતળ છાયડો બની ગયું છે.ભાનભૂલીને ભટકતા માનવીને આત્મશ્રેયાર્થે તેમનાં વચનો દીવાદાંડીરૂપ બની ગયાં છે. શ્રીમજીએ ભવ્યજીવોના કલ્યાણને અર્થે જે માર્ગ દર્શાવ્યો છે તેમાં ૧) સત્ય તથા અહિંસામય જીવન, ૨(સતપુરુષની શોધ, ૩) પ્રત્યક્ષ સદ્ગુરુનું મહાતમ્ય અને ૪) અસંગતા એ મુખ્યપણે જણાવ્યા છે. તેઓ લખે છે કે જે મુમુક્ષ ગૃહસ્થ વ્યવહારમાં હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઇએ, નહીંતો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ જ્ઞાનધારા-૧= પ૦ = જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy