________________
જૂનાગઢનો ગઢ જોતાં તેમાં અનેકગણી વૃદ્ધિથઇ અને અંતે પૂર્વના ૯૦૦ ભવ શ્રીમન્ને જાણવામાં આવ્યા. આ જ્ઞાનને કારણે જ શ્રીમસાત વર્ષની નાની ઉંમરમાં અદ્ભુત વૈરાગ્યરસ અનુભવવા લાગ્યા. એક બાહ્યઘટના નિમિત્ત બની અને અંતરમાં વૈરાગ્યની ચિનગારીનો સ્પર્શ થયો. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં સમાય છે. તેનાથી પાછલા ભવ જાણી શકાય છે. શ્રીમજી કહે છે પૂર્વજન્મ છે- જરૂર છે એમાટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.
૩) શતાવધાની કવિ તથા વિરલ તત્ત્વવેતા :
આઠ વર્ષની વયે તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. આઠમા વર્ષે તેઓએ જુદા-જુદા વિષયો પર પ૦૦૦ શ્લોકો લખ્યા. ૯ મા વર્ષે રામાયણ તથા મહાભારત પધમાં સંક્ષિપ્તરૂપે લખ્યાં. ૧૦ મા વર્ષે તેઓની વાકછટા તથા અનુપમ લખાણોને કારણે રાજદરબારમાં પણ આદરને પાત્ર બન્યા. ૧૩ મા વર્ષથી અનેક ધર્મગ્રંથો, મહાપુરુષોનાં જીવનચરિત્રો વગેરેનું પઠન કરી ૧૫મા વર્ષ સુધીમાં તો ઘણા વિષયો સંબંધી જ્ઞાન મેળવી લીધું. ત્યારબાદ જૈન, બૌદ્ધ, વેદાંત, સાંખ્ય, યોગ અને ચાર્વાક એમ ૬ એ દર્શનોનાં મુખ્યગ્રંથોને અવલોકી ગયા. જૈનધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા થઇ તેના ફળ સ્વરૂપ ૧૬ વર્ષ અને પ માસની ઊંમરે મોરબીમાં શ્રીમદે ત્રણ દિવસમાં મોક્ષ માળા’ નામનો ૧૦૮ પાઠોનો ગ્રંથ લખીને પ્રગટ કર્યો. જેમાં જૈનધર્મના સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ૧૬ મા વર્ષથી અવધાન કરી બતાવ્યા. ત્યારબાદ ૧૨, ૧૬, તથા પર અવધાન કરી હિન્દના હીરા' નું બિરુદ મેળવ્યું. ૧૯માં વર્ષે મુંબઇમાં ૧૦૦ અવધાન હજારો મહાનુભાવો સમક્ષ કરી પ્રજાને મંત્રમુગ્ધ કરી દીધી. 'સાક્ષાત સરસ્વતી’નું બિરુદ પામ્યા. શ્રીમજીના યશ-કીર્તિનો સુવર્ણ સૂર્ય ચોમેર પ્રકાશવા લાગ્યો. તેઓ શીઘ્રકવિ, વિદ્વાન, ઉપરાંત શતાવધાની તરીકે જગપ્રસિદ્ધ થયાં પરંતુ આ ક્ષણે શ્રીમદ્ભા મનમાં વિચાર-મંથન ચાલ્યું કે આ બધાથી લૌકિક સિદ્ધિ તથા પ્રતિષ્ઠા તો મળશે પરંતુ આત્મસાધનામાં તે બાધારૂપ થશે માટે તેઓ
=જ્ઞાનધારા-૧E
-
૪૯
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E