SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિનાથરાસ રૂપચંદ્રકૃત પત્ર ૪ (JV29) મધ્યકાલીન ગુજરાતીની સચિત્ર કથાત્મક કૃતિઓ પણ અત્રે નોંધ પાત્ર છે. શાલિભદ્રચોપાઇ કુશલલાભકૃત સુંદર ૪૩ લઘુચિત્રો સહિત (૦૪૧૩૫૨૦) ઠોલુમારૂ ચોપાઇ કુશલલાભકૃત ૩૩ લઘુ ચિત્રો સહિત (૦૪૧૪૬૦૭૯) માધવાનંદ કામકલા ચોપાઇ કુશલલાભકૃત ( ૧ લઘુચિત્રો સહિત (V146076) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત આદિત્યવાર કથા જે વિશાલલાભકૃત ભારતભરમાં ખાસ કોઇ જગ્યાએ ઉપલબ્ધ નથી કે જેમાં આદિત્ય-રવિવારના વ્રત વિષે સુંદર કથા છે-જેના ૨૦ લઘુ ચિત્રો છે. રચના ઇ. સ. ૧૪૭૦ (OR14290) અત્રે સંગ્રહાયેલી નોંધપાત્ર છે. વળી, યંત્રમંત્ર સાથે ભક્તામર સ્તોત્રની એક સુંદર હસ્તપ્રત (OR13741) કે જેમાં પ્રત્યેક પૃષ્ઠ પર ભક્તામર સ્તોત્રની એક ગાથા, તેનું યંત્ર, તેનો મંત્ર, તે કરવાની વિધિ તથા તેનું ફળ સુંદર રીતે જૂની ગુજરાતીમાં વર્ણવેલ છે. દિગંબર સાહિત્યમાં અત્રે કર્મકાંડ નેમિચંદ્રકૃત (Add 25022/9)પર પર્શિયન ભાષામાં લખાયેલી કૃતિ છે. વળી પંચાશિકાપ કુંદકુંદ આચાર્ય કૃત (Add 2502216)પર પણ પર્શીયન ભાષામાં વૃત્તિ લખાયેલી છે. વળી બનારસીદાસ કૃત સમયસાર નાટકની હસ્તપ્રત પણ અત્રે સંગ્રહાયેલી છે. બિ. લિ. ના આર્કાઇઝ (archies) વિભાગમાં `જંબુદ્વીપ, અઢીદ્વીપ''લોકપુરુષ' વગેરે છ જેટલા સુદીર્ઘ લંબાઇયુક્તનક્ક હસ્તપ્રતો છે જેના વિવિદરંગો વડેકરાયેલા રેકાંકનો આકૃતિઓ માટે જોવા મળે છે. અત્રે એક નોંધપાત્ર લક્ષણ એ છે કે દરેક હસ્તપ્રતને વ્યક્તિગત કે વધુ સંખ્યામાં તેની લંબાઇના આધારે પુસ્તક આકારે બાઇન્ડ કરવામાં આવી છે જે એને વિશેષ સુરક્ષિત બનાવે છે. ઘણાં પુસ્તકોના ખૂણાને ટિશ્યુપેપર વડે રીપેર કરવામાં આવ્યા છે. સચિત્રાત્મક હસ્તપ્રતોમાં પ્રત્યેક પૃષ્ટને Transperent plastic sheet વડે મઢી લેવામાં આવ્યા છે જેથી પૃષ્ટને બંને બાજુથી સારી રીતે વાંચી શકાય છે. એક નોંધપાત્ર લક્ષણ એ છે કે બિ. લા. કેટલીક જ્ઞાનધારા-૧ ૧૬૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy