SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) કથા સાહિત્ય : તીર્થકરોનાં ચરિત્ર, શાલિભદ્ર - કાલિકાચાર્ય જેવા શ્રાવકોનાં ચરિત્રોનું નિરૂપણ કરતી હસ્તપ્રતો. ૬) ઉપદેશાત્મક સાહિત્ય : ઉપદેશમાળા, ઉપદેશપદ, વગેરેની હસ્તપ્રતો. ૭) સ્તોત્ર સાહિત્ય : ભક્તામર, કલ્યાણમંદિર સ્તોત્ર, નવસ્મરણ, સાતસ્મરણ, જેવી હસ્તપ્રતો. ૮) વિધિવિધાન સાહિત્ય ચૈત્યવંદન, વંદનકભાષ્ય, જેવી હસ્તપ્રતો. ૯) તીર્થ સાહિત્યઃ શત્રુંજય મહાવ્ય, શત્રુંજ્યોદ્ધાર વગેરે જેવી હસ્તપ્રતો. ૧૦) વ્યાકરણ સાહિત્ય અભિધાન ચિંતામણિ, નામમાળા, જેવી હસ્તપ્રતો. ૧૧) છંદસાહિત્ય પ્રાકૃત છંદ, પ્રાકૃત કોશ, પ્રાકૃત પ્રકાશ, જેવી હસ્તપ્રતો. ૧૨) જૈન ગચ્છ વિષયક સાહિત્ય ગચ્છ, પટાવલી, સંઘપટક જેવી હસ્તપ્રતો. ૧૩) દિગંબર જૈન સાહિત્ય : સમયસાર, કર્મગ્રંથ જેવી હસ્તપ્રતો. ૧૪) પુરાણ સાહિત્ય : હરિવંશ પુરાણ, પદ્મપુરાણ જેવી હસ્તપ્રતો. આમ મોટા ભાગના વિષયોને આવરી લેતી હસ્તપ્રતો અહીં સંગ્રહાયેલી કેટલીક નોંધપાત્ર હસ્તપ્રતો નીચે મુજબ છે. અત્રે જૈનોમાં સવિશેષ પ્રચાર પ્રસાર પામીને અને સન્માનીય એવા કારસની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો સારી રીતે સચવાયેલી અને રક્ષાયેલી જોવા મળે છે. ઇ.સ. ૧૪૬૪માં લખાયેલ - ચિત્રાયેલ કલ્યરસની હસ્તપ્રત (OR 5149) માં ૩૭ જેટલાં તીર્થકરોનાં ચરિત્રના પ્રસંગોને આલેખતા વિવિધ રંગો વડે દોરાયેલ ચિત્રો જોવા મળે છે. જેનું લખાણ હજીપણ અકબંધ - જાણે હમણા જ લખાયેલું હોય તેવું સુવ્યવસ્થિત અને સુવાચ્ય છે. બીજી એક કલ્પસૂત્રની (GR11921) ઇ.સ. ૧૪૮૭માં લખાયેલી હસ્તપ્રતમાં સુંદર ૪૩ ચિત્રો છે. ત્રીજી એક કલ્પસૂત્ર (OR 12744) ઇ.સ. ૧૪૯૩ માં લખાયેલી હસ્તપ્રત માં ૪૩ જેટલાં સુંદર ચિત્રો છે. અન્ય લગભગ ૪૦ જેટલી કલ્પસૂત્રની હસ્તપ્રતો, સંસ્કૃત, પ્રાકૃત, ટીકાત્મક સાહિત્ય, તથા, સ્તવક બાળવબોધ સહિત છે તે અત્રે સંગ્રહાયેલી છે જેવી કે કલ્પમંજરી કલ્પલત્તા જ્ઞાનધારા-૧ ૧૬૩ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy