________________
અણગારનાં અજવાળા ]
જિનશાસનની શકિતપીઠ : પૂ. આનંદૠષિ
[ ૬૩
(શ્રમણસંઘ)
ભારત રાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ભૂમિ પર સંત શ્રેષ્ઠ તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, સમર્થ રામદાસ સ્વામી, ગાડગે મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, શિરડીના સાંઈબાબા જેવા મહાપુરુષોનો જન્મ થયો. આ મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના ચિંચોડી (શિરાલ) જેવા નાના ગામમાં એક યુગપુરુષનો જન્મ ૨૭ જુલાઈ ૧૯૦૦માં થયો. જેનું બાળપણનું મૂળનામ નેમિકુમાર હતું. પછીથી એ મહાન આત્મા આચાર્ય આનંદઋષિજી નામે જિનશાસનની શક્તિ-પીઠ સમા આપણા સૌના શ્રદ્ધેય પુરુષ બની ગયા. જાણે એનો જન્મ સર્વ જગાએ પરમ આનંદની વહેંચણી માટે થયો. એ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં દિવ્ય સુગંધ પ્રસરી જતી.
માતા હુલાસાદેવી અને પિતા દેવીચંદ આ બાળકને સૌ પ્યારથી ગોટીરામ કહેતા. દેવીચંદજીને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ ઉત્તમકુમાર અને નાનાનું નામ નેમીકુમાર હતું. મોટા પુત્રનાં નાની ઉંમરમાં જ લગ્ન કરેલાં. આમ દેવીચંદજીનો સુખી સંસાર ચાલતો હતો. તેવામાં એક દીવસ અચાનક તેમનું સ્વાસ્થ્ય બગડ્યું. પેટમાં ભયંકર દર્દ ઉપડ્યું. તેમની પત્નીએ તુર્ત વૈદ્યને બોલાવ્યા ગામના મુખ્ય માણસો આવ્યા. જોતજોતામાં શેઠનું પ્રાણ પંખેરૂં ઊડી ગયું.
એક દિવસ હિવડા ગામમાં માસીને ઘરે નેમીકુમાર પોતાની માતા સાથે ગયા. ત્યાં વિદુષી સાધ્વી પૂ. રામકુંવરજીનાં દર્શનનો લાભ મળ્યો. પોતાના ગામ પાછા જતાં પહેલાં નેમિકુમારે પૂ. સતીજીના મુખેથી માંગલિક શ્રવણ કર્યું અને માતા સાથે ટાંગામાં બેઠા, ટાંગો પૂરપાટ દોડતો હતો, અચાનક નેમીકુમાર ટાંગા નીચે પડી ગયા. માતાને ધ્રાસ્કો પડ્યો. નીચે ઊતરી નેમીને પૂછ્યું ક્યાંય વાગ્યું તો નથીને? નેમી કહે મને કશું થયું નથી. માતા કહે મહાસતીના મુખેથી માંગલિક શ્રવણ કરી નીકળ્યા તે ધર્મના પ્રતાપે બચી ગયા. પિતાનું મૃત્યુ અને આવી નાની નાની ઘટનાઓને નેમીકુમારના જીવનની દિશા બદલી નાખી.
ચિંચોડી ગામમાં તિલોકઋષિના શિષ્ય રત્નઋષિ પધાર્યા. ગુરુજીના